ગુજરાતી લોકપ્રિય ગાયક કલાકાર રાજભા ગઢવી ખુબ જ પ્રખ્યાત અને ધનવાન હોવા છતાં પણ ખુબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. આપણે જાણીએ છે કે, રાજભા ગઢવી ગાંડી ગીરમાં રહેનાર છે. સૌ કોઈ જાણે છે કે, અમરેલીના ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના નેહમાં રાજભા મોટા થયા છે.હાલમાં જ રાજભા ગઢવીએ પોતાના વતનની મુલાકાતી લીધી અને ગીરની કુદરતી સુંદરતાને માણી ખરેખર ગીર તો ગીર છે, સ્વર્ગથી પણ સોહામણું છે.
ગીરના નહમાં વાળુંનો સ્વાદ તો કોઈ સેવન કે ફાઇવ સ્ટાર હોટેલ અને અંબાણીના ઘરમાં પણ ન આવે. તમે તસવીરોમાં જોઈ શકશો કે, નાની એવી ઝૂંપડીમાં જાણે છપન્ન ભોગ પીરસવામાં હોય એવું લાગ્યું હતું, વાળુંમાં બાજરાના રોટલા, રોટલી, કઢી-ખીચડી અને જામેલું દહીં તેમજ ગીર ગાયનું ઘી સૌ મહેમાનોને પીરસવામાંઆવ્યું છે.
કોણ કહે છે કે, નેહમાં મહેમાન ગતિ ન હોય! એકવાર નેહની મુલાકાત તો લો માલધારીના ઘરની છાસમાં પણ અમૃતનો ઓડકાર આવશે અને ભલે જમવામાં ખાલી રોટલો અને ડુંગળી જ કેમ ન પીરસી હોય પરંતુ જમશો ત્યારે છપ્પન ભોગનો સ્વાદ જીભે ચડી જશે. આ છે ગાંડી ગીરનું ભોજન વ્હાલા અને આવો સ્વાદ તો માત્ર ગુજરાતના ખોળે ગાંડી ગીરના નેહમાં જ માણી શકાય છે.
અ તસવીરો જોઈને સ્પષ્ટ પણે કહી શકાય કે રાજભા ભલે આજે ગુજરાતના લોકપ્રિય કલાકાર હોય પણ તેઓ આજે પણ પોતાના ભૂતકાળને ભૂલ્યા નથી અને જમીનથી અડેલ માણસ છે અને એટલે જ સામાન્ય માણસની જેમ નેહમાં પણ ભોજનનો સ્વાદ આરોગી લે છે. આજે આપણે જોઈતા હોઈએ છે કે સેલિબ્રેટીઓ માત્ર ફાઇક્લાસ જીવન જ જીવે છે. વીડિયોમાં પણ રાજભા ગઢવી વાળા વિશે વર્ણન કરે છે એ પણ સાંભળવા જેવું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.