હાલમાં જુલાઈ મહિનામાં અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થયો છે, ત્યારે હવે ફરી એકવાર ઓગસ્ટ મહિનાને લઈને ભારે મોટી આગાહી સામે આવી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પછી હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પાટણ, મહેસાણા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે.
આ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનો સિલસિલો યથાવત રહેશે. ખાસ કરીને 3, 4, 5 અને 6 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ દરમિયાન વલસાડના ભાગોમાં મૂસળધાર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, 12 અને 13 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે. પંચમહાલ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.