લંડનવાસીઓ માટે ખુશખબર! રાજભા ગઢવી જેવા જાણીતા લોકસાહિત્યકાર હવે લંડનમાં પણ પોતાનું જાદુ બતાવવા આવી રહ્યા છે. હા, તમે બિલકુલ સાચું વાંચ્યું છે! લંડનમાં ભવ્ય લોક ડાયરાની જમાવટ થવા જઈ રહી છે.
આ ડાયરામાં તમે ગુજરાતી લોકસાહિત્યની મજા માણી શકશો. દુહા, છંદો, લોકગીતો અને ભજનોથી આખો માહોલ ગુજરાતી થઈ જશે. ખાસ વાત એ છે કે, યુવા કલાકાર ગોપાલ સાધુ પણ રાજભા ગઢવી સાથે જુગલબંધી કરશે. આ બંને કલાકારોની જોડી તમારું મનોરંજન કરવા માટે તૈયાર છે.
ક્યાં અને ક્યારે યોજાશે આ ડાયરો? આ ભવ્ય લોકડાયરો બે જગ્યાએ યોજાશે: 15મી ઓગસ્ટ: Harrow Leisure Centre 17મી ઓગસ્ટ: Maher Centre
જો તમે લંડનમાં રહો છો અને ગુજરાતી સંસ્કૃતિને પ્રેમ કરો છો, તો આ ડાયરો તમારા માટે છે. આવી તક બીજી વાર નહીં મળે. તો પછી વિચાર કરવાની શું વાત છે? આવો અને આ ભવ્ય લોક ડાયરાનો આનંદ માણો.
ખરેખર એક વાત સો ટકા સાચી છે, કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આજે દેશ વિદેશમાં ગુજરાતી વસી રહ્યા છે અને વિદેશની ધરતી પર આપણી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી છે. ગુજરાતીઓના તોલે કોઈ ન આવે. અનેક ગુજરાતી કલાકરો વિદેશની ધરતી પર લોક ડાયરો અને ગરબાની રમઝટ બોલાવી ચુક્યા છે ત્યારે રાજભા ગઢવી અને ગોપાલ સાધુ પણ લંડનની ધરતી પર રમઝટ બોલાવશે.