ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેમની પત્ની નતાશા સ્ટેનકોવિકના ડિવોર્સની અફવાઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા અને ન્યુઝ ચેનલ પર ચાલી રહી હતી. આખરે આજે હાર્દિક પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ ડિવોર્સ અંગેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
હાર્દિક પંડ્યાએ પોસ્ટમાં જણાવેલ કે, ચાર વર્ષ સાથે રહેતા બાદ મેં અને નતાશાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે અમારી બધી શ્રેષ્ઠ કોશિશ કરી હતી, પરંતુ અમે માનીએ છીએ કે આ અમારી બંને માટે સૌથી લાભદાયક છે. આ અમારા માટે ખૂબ જ અઘરો નિર્ણય હતો, કારણ કે અમે સાથે રહેતાં આનંદ, પરસ્પર આદર અને સાથનો સંબંધ માણ્યો હતો અને પરિવાર તરીકે પણ વધ્યા.
અમે અગસ્ત્યને આશીર્વાદ આપીએ છીએ, જે અમારા બંનેના જીવનના કેન્દ્રમાં રહેશે અને અમે તેની ખુશી માટે અમે તેને બધું આપીશું તેની ખાતરી કરવા માટે અમે સહ-માતાપિતા તરીકે તેમનો ઉછેર કરીશું. આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં અમને ગોપનીયતા આપવા માટે અમે તમારા સમર્થન અને સમજણની નિષ્ઠાપૂર્વક વિનંતી કરીએ છીએ.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્ન મે 2020માં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. જુલાઈ 2020 માં, બંને એક પુત્રના માતાપિતા બન્યા, જેનું નામ અગસ્ત્ય છે. તેમના પુત્રના જન્મના ત્રણ વર્ષ પછી, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ફેબ્રુઆરી 2023 માં હિંદુ અને ખ્રિસ્તી રિવાજો મુજબ ખૂબ જ ધામધૂમથી ફરીથી લગ્ન કર્યા હતા અને હવે આખરે બંનેના લગન જીવનનો અંત આવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.