કોડીનાર તાલુકામાં આવેલ ઘાટવાડ ગામમાં આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. તમને કોઈપણ દુઃખ દર્દ હોય સવા મુઠી માની લાપસી માની લો એટલે માં તમારૂ કામ પૂરું કરશે. આ મંદિરનું મહત્વ શેઠ શગાળશા સાથે જોડાયેલું છે, જેનો ઇતિહાસ સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વેનો છે તેમજ જ્યારે પણ માતાજીની આરતી થાય છે, ત્યારે નદીમાં રહેલ મગર પણ દર્શન આપે છે. ખરેખર આ મંદિર ખૂબ જ આધ્યાત્મિક છે.
આ મંદિરમાં મા ખોડલ માતાજી ની સાથો સાથ ભવાનીમાં અને વાઘેશ્વરીમાં તેમજ ખોડલ મા બિરાજમાન છે.જ્યારે ખોડિયાર માતાજી ને રસ્તો નહોતો જડતો ત્યારે મા મગર અશ્વારી બનીને આવ્યા અને અહીંયા જ મગરના નાકમાં સોનાની નથણી પહેરવામાં આવી છે. આ દિવ્ય સાનિધ્યમાં મગર માતાજી આજે પણ ભાવિ ભક્તોને દર્શન આપે છે. એવું કહેવાય છે કે આ ગુણો આદિ અનાદિ કાળ થી છે. નિત્ય સવાર અને સાંજની આરતી સમયે મગર માતાજી ભક્તોને દર્શન આપવા માટે આવે છે. આ ક્ષણ ભક્તો જ્યારે પણ આવે છે.
સૌ ભાવિ ભક્તો આરતી નો લ્હાવો લેવાનું ભૂલતા નથી. આ મગર માતાજીનું નામ પણ આરતી જ પડવામાં આવ્યું છે. આ દિવ્ય સાનિધ્ય ની એકવાર અચૂક મુલાકાત લેવી જોઇએ. એક તો તમને ગીર નું જંગલ અને મંદિરની પવિત્રનો અનુભવ થશે. અહીંયા માતાજી વાજીયાપણું દૂર કરે છે
View this post on Instagram