અનંત અને રાધિકાના લગ્ન સમારોહ પૂર્ણ થયા બાદ, નવદંપતીજામનગર પહોંચ્યો છે.ગઈકાલે અનંત અને રાધિકાનું જામનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લગ્ન બાદ સૌથી પહેલા આ નવદંપતિ જામનગરવાસીઓના આશીર્વાદ લેવા પધાર્યા છે. જામનગર શહેરમાં એવું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કે, જામનગરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો.
જામનગર અનંત ને ખૂબ જ ગમે છે, પહેલીવાર અનંત બોલતા શીખ્યો ત્યારે તે જામનગર બોલ્યો હતો. આ જ કારણે અંબાણી પરિવારન માટે જામનગર સ્વર્ગ જેવું છે.
જામનગર શહેરના એરપોર્ટનું પર ગુલાબના ફૂલોનો માર્ગ બનાવમાં આવ્યો હતો તેમજ ફૂલોથી સુશોભિત ઓપન કારમાં રોડ શો કર્યો હતો તેમજ રિલાયન્સ ટાઉનશિપમાં ભવ્ય આતશબાજીનો લાઈટ શો યોજાયેલ.
આગામી દિવસોમાં અંબાણી પરિવાર જામનગરમાં શું કાર્યક્રમો યોજશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.જો કે, એવી શક્યતા છે કે તેઓ કેટલાક દિવસો સુધી જામનગરમાં રહેશે.
સૌથી ખાસ વાત એ છે કે, અંબાણી પરિવારની પુત્રવધૂ સાદગીમાં જોવા મળી, ન તો કિંમતી પોશાક કે ઘરેણાં બસ એક સામાન્ય પરિવારની મહિલાની જેમ જ રાધિકાનો લુક જોવા મળ્યો છે, આ પહેલા પણ જ્યારે ગામડામાં જમણવાર નું આયોજન કરવામાં આવ્યું, ત્યારે અંબાણી પરિવારની સાદગી જોવા મળી હતી.
View this post on Instagram