સોનામાં રોકાણ કરવા અથવા સોનાની જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો? હાલમાં સોનુ ખરીદવું લાભદાયક છે. સરકારે સોનાની આયતમાં ડ્યુટી ઘટાડતા સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે. હાલમાં સોનાની ખરીદી માટે એક સારો સમય છે. સોનું સદીઓથી રોકાણનું એક લોકપ્રિય વિકલ્પ રહ્યું છે. તેની કિંમત સમય સાથે વધતી રહે છે અને તેને મુદ્રાસ્ફિતિ સામે એક સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. જો તમે પણ સોનામાં રોકાણ કરવાનું મન બનાવી રહ્યા છો, તો આ બ્લોગ તમારા માટે ખૂબ ઉપયોગી થશે.
ભારતમાં સોનાની કિંમતો સતત બદલાતી રહે છે. તે ઘણા પરિબળો પર આધારિત છે જેમ કે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો, રૂપિયાનું મૂલ્ય અને સરકારની નીતિઓ. હાલમાં સોના ભાવ વિષે જાણીએ તો 24 કેરેટ સોનું: આ શુદ્ધ સોનું હોય છે અને તેમાં 99.9% શુદ્ધ સોનું હોય છે.22 કેરેટ સોનું: આ 24 કેરેટ સોનાની તુલનામાં ઓછું શુદ્ધ હોય છે અને તેમાં 91.6% શુદ્ધ સોનું હોય છેઆજની સોનાની કિંમતો : 24 કેરેટ સોનું: ₹68,910 પ્રતિ 10 ગ્રામ : 22 કેરેટ સોનું: ₹6,31200 પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં 270 રૂપિયા ઘટાડો થયો છે.
સોનું ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
શુદ્ધતા: સોનું ખરીદતી વખતે હંમેશા શુદ્ધતાનું પ્રમાણપત્ર માંગો.
મેકિંગ ચાર્જ: સોનાની જ્વેલરી ખરીદતી વખતે મેકિંગ ચાર્જ પણ આપવો પડે છે.જીએસટી: સોનાની ખરીદી પર જીએસટી પણ લાગુ થાય છે.વિશ્વાસપાત્ર વિક્રેતા: હંમેશા કોઈ વિશ્વાસપાત્ર જ્વેલર પાસેથી સોનું ખરીદો.
24 કેરેટ સોનું શુદ્ધ હોય છે પરંતુ તે નરમ પણ હોય છે. 22 કેરેટ સોનું થોડું ઓછું શુદ્ધ હોય છે પરંતુ તે મજબૂત હોય છે અને જ્વેલરી બનાવવા માટે વધુ યોગ્ય હોય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.
ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.