સપનું એક દિવસ હકીકત બને છે અને જીવનમાં મળેલ નિષ્ફ્ળતા પણ સફળતામાં પરિણમે છે પરંતુ આ શક્ય ત્યારે બને છે, જ્યારે તમે દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે એ કાર્ય માટે અથાગ પરિશ્રમ કરો. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં એક છોકરાએ ધોરણ 10માં 10 વખત નાપાસ થયો પરંતુ આ યુવાને હિંમત ન હારી અને 11 મી વખત પરીક્ષા આપી.
આખરે આ યુવાનની મહેનત રંગ લાવી અને તે પાસ થઇ ગયો. પોતાના પુત્રને કોઈપણ ભોગે પરીક્ષા પાસ કરાવવાની જીદ્દી પિતાની ઈચ્છા આખરે પૂરી થઈ. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં SSC બોર્ડ 10મા ધોરણનું પરિણામ સોમવારે (27 મે) જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં એક વિધાર્થીની ચર્ચા દેશ ભરમાં થઇ રહી છે. વાત જાણે એમ છે કે, પિતા મક્કમ હતા કે તેમનો પુત્ર કોઈપણ ભોગે પરીક્ષા પાસ કરે.
આખરે તેમના પુત્રએ તેમની ઈચ્છા પૂરી કરી. પરલી તાલુકા ડાબીના રહેવાસી નામદેવ મુંડેનો પુત્ર ક્રિષ્ના વર્ષ 2018માં 10મા ધોરણમાં હતો. તેણે 11મી વખત 10મીની પરીક્ષા આપ્યા બાદ 2024માં પરીક્ષા પાસ કરી હતી.પિતા નામદેવ ખુશ છે કે આખરે તેમના પુત્રએ તેમની ઇચ્છા પૂરી કરી અને 11મા પ્રયાસમાં ‘જાદુઈ સફળતા’ મેળવી. નામદેવની દિલથી ઈચ્છા હતી કે તેમનો દીકરો 10મા ધોરણની પરીક્ષા પાસ કરે. તેથી જ તેણે પોતાના પુત્ર કૃષ્ણનો આત્મવિશ્વાસ ક્યારેય ઓછો થવા દીધો નથી. તેણે તેના પુત્રને કહ્યું હતું કે જ્યાં સુધી તે 10મા ધોરણની પરીક્ષા પાસ ન કરે ત્યાં સુધી પરીક્ષા ચૂકી ન જાય.
તાજેતરમાં જ્યારે પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે પિતાની આંખોમાં ખુશીના આંસુ હતા. આજે આખું ગામ કૃષ્ણના પરિવારને અભિનંદન આપી રહ્યું છે. આખરે કૃષ્ણાએ 10મું ધોરણ પાસ કર્યું. હવે કૃષ્ણ તેમના ગામનો હીરો બની ગયો છે અને સમગ્ર વિસ્તારમાં તેની ચર્ચા થઈ રહી છે. કૃષ્ણનું ધામધૂમથી સન્માન કરવામાં આવ્યું અને સૌ કોઈ કૃષ્ણને અભિનંદન પાઠવી રહ્યા છે.