હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિરણ ગેજરા મુસ્કાન ફેમીલી ચેરીટેબલ ટ્રસ્ટમાં રૂપિયા ૧,૧૧,૧૧૧/- નું ડાનેશન આપી ટ્રસ્ટીમાં જોડાયા છે. ખરેખર આ એક ખુબ જ સરાહનીય વાત છે.
સૌથી ખાસ વાત એ છે કે, કિરણ ગજેરા મુસ્કાન ફેમીલીમાં પ્રથમ મહિલા ટ્રસ્ટી તરીકેનું બિરુદ મેળવ્યું છે. જે ખરેખર સરહાનિય વાત અને ગૌરવવંતી પળ છે. હાલમાં જ કિરણ ગજેરાનું સન્માન કરવામાં આવ્યું.
આજના સમયમાં સેવાકીય કાર્ય કરવું એ ખુબ જ કઠિન છે, કારણ કે ભાગ્યે જ કોઈ વ્યક્તિમાં માનવતારૂપી ગુણ હોય છે. કિરણ ગજેરા દ્વારા અનેકવાર સેવા અને ધર્મના કાર્યમાં લાખો રૂપિયાનું દાન આપવામાં આવે છે, ત્યારે ફરી એકવાર તેમણે મુસ્કાન ફેમિલીમાં દાન આપીને ટ્રસ્ટી તરીકે કાર્યભાર સંભાળશે. ખરેખર કિરણ ગજેરાના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે.
કિરણ ગજેરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ તસવીરો પોસ્ટ કરી છે, સાથે તેમણે ખૂબ જ સુંદર વાત પણ લખી છે. કિરણ ગજેરાએ કહ્યું છે કે,એક વ્યક્તી કદાચ દુનીયા નાં બદલી શકે પરંતુ એક વ્યક્તી ની દુનીયા જરુર થી બદલી શકે.
મુસ્કાન ફેમીલી ચેરિટેબલ ટ્રસ્ટ-મા સૌ પ્રથમ મહિલા તરીકે ટ્રસ્ટી નું બિરુદ આપી અને સન્માનીત કરવા બદલ & મને માનવસેવા નો મોકો આપવા બદલ રાકેશભાઈ તથા મુસ્કાન ફેમીલી ના બધા જ સભ્યો નો ખૂબ ખૂબ આભારચાલો સૌ સાથે મળી ને આ સેવા યજ્ઞ કાર્યં મા જોડાઈએ. માનવ સેવાનું કાર્ય એ પ્રભુ સેવા સમાન છે.કિરણ ગજેરાએ આ ભગીરથ કાર્યમાં જોડાઈને લોકોને સેવા એક પરમ ધર્મનો સંદેશ આપ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.