સિંહ તો સિંહ કહેવાય! સિંહ સામે તો જંગલના કોઈપણ પ્રાણીઓ બાથ ના ભીળે! જંગલનો રાજા કહેવાતો સિંહ પોતાની ભૂખને સંતોષવા અનેક જાનવરોનો શિકાર કરે છે. સિંહ સામે ભાગ્યે જ કોઈ પોતાનો જીવ બચાવી શકે છે. હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કઇ રીતે એક ભેંસ પર 5 સિંહોએ હુમલો કર્યો અને પછી જે થયું તે જોવા જેવું છે. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ.
આ વીડિયો જોઈને ભલભલાના રૂંવાટા ઉભા થઇ જાય કારણ કે ભાગ્યે જ કોઈએ આવા પ્રકારનો વિડીયો જોયો હશે. આ વીડિયો જોઈને દરેક લોકોને પોતાના મંતવ્યો જણાવ્યા છે. આ વીડિયોમાં તમે નરી આંખે જોઈ શકશો કે એકી સાથે 5 સિંહોએ એક જંગલી ભેંસને ઘેરી પણ ભેંસ હિંમત નથી હારતી પરંતુ તે સિંહ સામે બાથ ભીડે છે અને સિંહ સામે પોતાના જીવનની લડત લડે છે.
આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, અચાનક જ જંગલી ભેંસોનું ટોળું દોડી આવે છે અને આ સિંહોના જડબામાંથી ભેંસને બચાવવા માટે પ્રયત્ન કરે છે. આવા સમયે સિંહો ભાગવાને બદલે ભેંસોના જૂંડની સામે બાથ ભીડે છે. આ વીડિયો જોશો ત્યારે તમને સમજાશે કે ભલે સિંહ તો સિંહ જ કેવાઈ. ગમે તેવી આફત કેમ ના આવી જાય પરંતુ તે ક્યારેય પણ પોતાની જાતને બીજા સામેં ક્યારેય નહીં મૂકે.
ભેંસોનું ટોળું સિંહ પર હુમલો કરી શકે તેમ હતું કારણ કે પાંચ સિંહો સામે અસંખ્ય ભેંસો હતી પરંતુ સિંહોએ હિંમતભેર સાથે ભેંસોનો સામનો કર્યો. આ ઘટના દરેક વ્યક્તિને એક શીખ આપી જાય છે કે જીવનના અંત સુધી આપણામાં જે ક્ષમતા હોય તે દેખાડવી જ જોઈએ ભલે પછી આપણો અંત કેમ ના આવે પરંતુ એકવાર પ્રયત્ન કરવો જરૂરી છે.