અંબાણી પરિવારના આંગણે ટૂંક જ સમયમાં લગ્નની શરણાઈઓ ગુંજશે પરંતુ એ પહેલા જ અંબાણી પરિવાર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પ્રાપ્ત થેયલ માહિતી અનુસાર નીતા અંબાણીએ પોતાની થનાર નાની વહુને એક ખાસ ભેટ આપી છે. આ ભેટ કરોડો રૂપિયાની છે, તમને જાણીને નવાઈ લાગશે
રાધિકા મર્ચન્ટ માટે દુબઇમાં પામ જુમેરાહમાં બીચ પર એક મોંઘો વિલા ખરીદ્યો છે. અહેવાલો અનુસાર, આ સમગ્ર શહેરમાં સૌથી મોંઘી ડીલ હતી. આ વિલા પોશ વિસ્તારમાં આવેલ છે. ઘરની બીજી ખાસિયત એ છે કે તેમાં 70 મીટરનો પ્રાઈવેટ બીચ છે. આ સિવાય ઘરમાં 10 લક્ઝુરિયસ બેડરૂમ છે.
વિલાની અન્ય વિશેષતા એ તેનું વૈભવી આંતરિક છે, જેમાં ઇટાલિયન માર્બલ્સ અને અદભૂત આર્ટવર્ક છે. તે એક પરફેક્ટ હોલિડે હોમ છે, જ્યાં અબજોપતિ પરિવાર તેમના વૈભવી રોકાણનો આનંદ માણી શકે છે અને તેમની મોટી પાર્ટીઓનું આયોજન પણ કરી શકે છે. ઘરમાં વૈભવી આંતરિક સાથે આધુનિક બેડરૂમ પણ છે. વિશાળ ડાઇનિંગ ટેબલ સાથેનો એક વિશાળ ડાઇનિંગ રૂમ પણ છે. આટલું જ નહીં, ઘરમાં એક ઇન-બિલ્ટ પૂલ પણ છે તેમજ આ આલીશાન ઘરની કિંમત 640 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
ચાલો અમે આપને જણાવીએ કે અંબાણી પરિવારની થનાર પુત્ર વધુ રાધિકા મર્ચન્ટ કોણ છે? રાધિકા મર્ચન્ટ વિરેન મર્ચન્ટની દીકરી છે અને વીરેન મર્ચન્ટ હેલ્થકેર કંપની એન્કોરના સીઈઓ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે. અહીં જણાવી દઈએ કે ક્લાસિકલ ડાન્સર તરીકે ઓળખ બનાવનાર રાધિકા તેના પિતાના બિઝનેસમાં પણ મદદ કરે છે. હવે રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની પુત્રવધૂ બનશે. સૌથી ખાસ વાત એ છે કે રાધિકાનું વ્યક્તિત્વ ખુબ જ સરળ અને સાદગીભર્યું છે.
અંબાણી પરિવાર માત્ર ધનવાન નથી પરંતુ અતિ આદ્યયાત્મિક અને સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે તેમજ માનવ સેવા એજ પ્રભુ સેવા અને જીવ દયાને સાર્થક પણ કરી રહ્યા છે. અંબાણી પરિવારે પ્રિ વેડિંગ સેલિબ્રેશન પહેલા જ ગામજનોને ભોજન કરાવ્યુ હતું અને પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં પણ લોકલ ફોર વોકલને સમર્થન આપ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.