સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે વધુ એક સાવજનો વિડીયો વાયરલ થયો છે. સિંહના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ હોય છે, ત્યારે આ વીડિયો જોઈને તમે અંદાજો આવી જશે કે સિંહની તાકાત શું હોય છે. આપણે જાણીએ છે કે અમરેલીના ગામડાઓમાં અવાર-નવાર સિંહ વિચરણ કરવા માટે આવે છે.
આ સિંહ વિચરણ કરતા કરતા જ ક્યારેક ગામડાઓમાં શિકારની શોધમાં સિંહ આવી ચડે છે, તો ક્યારેક ખેતરોમાં આવી ચડે છે, ત્યારે ફરી એક વખત અમરેલીમાં સિંહ દેખાયો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 3 ભેંસ નદીમાં બેસેલી જોવા મળે છે, જ્યારે તેની સામે સિંહ આવે છે.
આ વીડિયો લીલીયાના ક્રાંકચ અથવા બગસરાના ચારણ પીપળી ગામનો હોવાનો દાવોAAA કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાણી ભરેલ તળાવમાં ભેંસો બેઠેલી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે પાણીમાં શિકાર કરવો સિંહ માટે મુશ્કેલ હોય છે.
થોડો સમય સિંહ ભેંસને દૂરથી જોઈ રહ્યો હતો. જે બાદ શિકાર કરવો મુશ્કેલ જણાતા સિંહ દૂર જતો રહ્યો હતો. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. ખરેખર આ વીડિયો જોઈને એટલું તો ચોક્કસ કહેવાય કે સિંહ તો સિંહ કહેવાય અને જંગલમાં રાજા સામે તો કોઈ બાથ ન ભીળી શકે.