હાલમાં સોશીયલ મીડિયા પર જૈકીશ્રોફનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે જૈકી શ્રોફ ગુજરાતી કહેવત બોલવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ બોલવામાં ખુબ જ અચકાય છે, જૈકી શ્રોફથી ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે કહેવત સરખી રીતે બોલાતી નથી અને જ્યારે ઇન્ટરવ્યૂ કરનાર કોટવાલનો અર્થ પૂછે, ત્યારે તે કહે છે કે મને નથી ખબર. ખરેખર આ વિડીયો ખુબ જ રમુજી છે,જેમાં જૈકી કહે છે કે લોકો કહેશે કે ગધેડા જેવા છે. આવું ગુજરાતી સાંભળીને થાય કે જૈકીને ગુજરાતી કઈ રીતે આવડે?
તમને જણાવી દઈએ જૈકી મૂળ ગુજરાતના છે, તેમના જીવન વિષે જાણીએ તો જેકી શ્રોફનો જન્મ ૧ ફેબ્રુઆરી, ૧૯૫૭ના રોજ એક ગુજરાતી કુટુંબમાં થયો હતો. એમનું વાસ્તવિક નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે, એમના પિતાનું નામ કાકાભાઈ હરિભાઈ શ્રોફ છે અને માતાનું નામ રીટા શ્રોફ છે. તેઓ મુંબઈ શહેરના વાલકેશ્વર વિસ્તારમાં તીન બત્તી ખાતે એક ચાલીમાં રહેતા હતા.
ફિલ્મોમાં આવતાં પહેલાં તેમણે કેટલીક ધંધાદારી જાહેરખબરોમાં એક મોડેલ તરીકે કામ કર્યું હતું. તેમને સૌ પ્રથમ દેવઆનંદની ફિલ્મ સ્વામી દાદામાં એક નાની ભૂમિકા મળી હતી. ૧૯૮૩ના વર્ષમાં નિર્માતા દિગ્દર્શક સુભાષ ઘાઈએ તેમને ફિલ્મ હીરોમાં અગ્રણી ભૂમિકા પૂરી પાડવાનું કાર્ય સોંપ્યું. આ ફિલ્મ ખૂબ જ સફળ થઈ અને તેઓ રાતોરાત મોટા અભિનેતા બની ગયા અને ખાસ કરી જગ્ગુ દાદા તરીકે ખુબ નામના મળેવી.
૮૦ના દાયકામાં તેમણે તેમની પ્રેમિકા આયશા દત્ત સાથે લગ્ન કર્યાં. આયશા પછીથી એક ફિલ્મની નિર્માત્રી પણ બની હતી. તેઓ બંને જેકી શ્રોફ એન્ટરટેઇનમેન્ટ લિ. નામની મીડિયા કંપની પણ ચલાવે છે. તેમના સોની ટીવીમાં પણ ૧૦% શેર હતા, જે તેમણે ૨૦૧૨ના વર્ષમાં વેચી દીધા હતા. તેમને બે બાળકો છે, જેમાં પુત્રનું નામ ટાઇગર (જય હેમંત) અને પુત્રીનું નામ કૃષ્ણા છે. આ વિડીયો જોઈને આજે લોકોને ખબર પડી હશે કે જૈકી ગુજરાતી જ છે. ખરેખર અનેક ગુજરાતી કલાકારો આજે બૉલીવુડમાં સક્રિય છે.