દરેક સફળતાની પાછળ સંઘર્ષ છુપાયેલ હોય છે. આજે અમે આપને રાજકોટ શહેરનાં પ્રખ્યાત સરગમ રગડાની સફળતા વિશે જણાવીશું. રેકડીથી શરૂ થયેલ આ સફર આજે હોટલમાં પરિવર્તિત થઈ ગઈ છે. ચાલો અમે આપને જણાવી કે કઈ રીતે સરગમ રગડો લોકો માટે લોકપ્રિય બની ગયો. હાલમાં સોશીયલ મીડિયામાં ચારો તરફ એક જ વાતની ચર્ચાઓ થઈ રહી છે એ છે સરગમ રગડાની સફળતાની કહાની વિશે.
રાજકોટમાં આવેલ સરગમ ફૂડના હોટેલના માલિક ચેતનભાઈના પિતાએ વર્ષ 1997થી એક રેકડીથી પોતાના વેપારની શરૂઆત કરી હતી આજે એજ લારી મોટી હોટલ સુધી પહોંચી છે તેમજ સૌથી ખાસ વાત એ કે, વર્ષ 1987 વખતનો જે સ્વાદહતો એ જ સ્વાદ આજે જાળવી રાખવો ખુબ મુશ્કેલ છે પરતું આજે પણ સગરમ રગડાનો સ્વાદ એવો જ છે.
ભરતભાઈએ આઝાદી બાદ નાની એવી રેકડીથી કરીહતી અને સૌથી પહેલા આ રેકડી પર 3 વાનગીઓ બનાવવામાં આવતી હતી.આજે સરગમ ફુડના માલિકના દિકરાએ આ ખાણીપીણાનાધંધાને એક રેકડીથી મોટી રેસ્ટોરન્ટ સુધી લઈ ગયો છે.આજે આ હોટલમાં એક-બે નહીં પણ અનેક વાનગીઓ મળે છે.સરગમફુડની રેકડી પહેલા જયહિંદ પ્રેસ પાસે ઉભી રહેતી હતી અને સમય સાથે આજે બદલાવ આવતા જ આજે તેનાથી દુર મોટી રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં સરગમ રગડો ખુબ ફેમસ હતો અને આજે પણ એટલો જ ફેમસ છે ફરક એટલો કે લારીમાંથી આજે તે રેસ્ટોરન્ટ બની ગઈ છે. ભરતભાઈ પહેલા પાઉ રગડો અને દાબેલી બનાવતા હતા. તેઓ ખુબ ભાવ પ્રેમથી જમાડતા હતા. આજે સરગમ ફુડ બીજમાંથીવટવૃક્ષ બની ગયું છે.અહિંયા હાઈજેનીક ભોજન મળે છે.અહિયાનું સૌથી ફેમસ રગડો છે.આ લોકોએ તેનો ટેસ્ટ મેઈનટેઈન કર્યોછે.જે ખુબ જ સારી વાત છે.
ભરતભાઈના દિકરા ચેતનભાઈએ મીડિયા સમક્ષ જણાવેલું કે મારા પિતાએ સરગમ ફુડનું એસ્ટાબિસ્ટ કર્યું છે. આજે પણ અમે એ અમે બનાવીએ છીએ જેમ મારા પિતા વર્ષ 1987થી બનાવતા આવ્યા છે.અમારી પાસે રેડ એફએમનો થપ્પોપણ છે.આજે દરેક જાતના ફાસ્ટફુડ મળે છે. સૌથી ખાસ વાત એ છે કે સરગમ રેસોરન્ટમાં તારક મહેતા કા ઉલ્ટચશ્મના ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી, કિર્તીદાન ગઢવી, સાઈરામભાઈ દવે સહિતની મહાન હસ્તીઓ અહિંયા આવે છે અને રાજકોટ જાવ ત્યારે તમે પણ જરૂરથી આ રગડાનો સ્વાદ લેજો.