ગુજરાતમાં અનેક જગ્યાએ ખોડિયાર માતાજીના મંદિર આવેલ છે. આ મંદિરોમાં અનેક ભાવિ ભક્તોના દુઃખો દૂર થાય છે. આજે અમે આપને એક એવા મંદિર વિષે જણાવીશું જ્યાં વર્ષો જુના હાથ-પગના દુઃખાવા મટી જાય છે તેમજ સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને બોલવાની તકલીફ દૂર થાય છે. આ તમામ સમસ્યાનું નિવારણ માત્ર લાકડાના હાથ-પગ, જીભ અને પૂતળું ચડાવવાની માનતા રાખવાથી દૂર થાય છે.
માતાજીની કૃપા દ્રષ્ટિથી અનેક ભાવિ ભક્તોના હાથ-પગનો કાયમી દુઃખાવો તેમજ નિઃસંતાનપણું દૂર થયા છે. આ વાતનું પ્રમાણ છે, મંદિરમાં ચડાવેલ હાથ-પગ, જીભ, અને પૂતળું. આ જગતમાં શ્રદ્ધા અતૂટ છે અને તેમાં રહેલ વિશ્વાસ થકી કંઈપણ અશક્ય શક્ય બની શકે છે. કહેવાય છે ને કે દવા સાથે દુઆ જરૂરી છે, બસ એવી જ રીતે જ્યારે દવા કામ ન કરે ત્યારે મનથી કરેલ પ્રાર્થના સઘળી ફળી જતી હોય છે.
આજે અમે આપને જે મંદિર વિષે જણાવી રહ્યા છે, તે મંદિર વિરડાવાળી ખોડિયાર તરીકે ખુબ જ પ્રસિદ્ધ છે. આ મંદિર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલ ભાડલા ગામમાં આવેલું છે, આ મંદિર વરસો પુરાણો છે અને આ મંદિરના પરચા અનેક છે. આ મંદિરના ઇતિહાસ અંગે મંદિરના પૂજારીએ જણાવેલ છે કે, ખોડિયાર માતાજીની ખોડ આવતા તેમને અહીંયા વિસામો ખાધો હતો. આ મંદિર અતિ પુરાણું છે અને માતાજી લોકોના હાથ-પગના દુઃખાવા દૂર કરે છે, તેમજ દીકરો ન હોય તેને ત્યાં દીકરો આપે છે અને બોલી ન શકતા હોય તેમને બોલવાની તકલીફ દૂર થાય છે.
ખરેખર આ દિવ્ય અને પરમ ધામની અવશ્યપણે મુલાકાત કરવી જોઈએ. ખોડિયાર માતાજી સૌ ભાવિ ભક્તોના જીવનના દુઃખડા દૂર કરે છે. કહેવાય છે ને કે માં તો માં છે અને માં જ પોતાના સંતાનોનું દૂર સમજી શકે છે અને પળભરમાં દૂર કરી શકે છે. આ મંદિરએ એકવાર તો અચૂકપણે દર્શનાર્થે જવું જોઈએ.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.