જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત ભરના ઉતરાયણ પ્રેમી મા અલગ અલગ પ્રકાર ના આયોજનો ની તૈયારી થઈ રહી છે ત્યારે ઉતરાયણના દીવસે સારુ સારુ નવીન જમવાનું લોકો બનાવે છે અને એમા પણ ખાસ કરીને સુરત મા ઉતરાયણ ના દીવેસે લોકો ને ઊંધીયું ખાધા વગર નથી ચાલતું ત્યારે આજે અમે અમને એવા ઊંધીયાની દુકાન ની વાત કરીશુ છે જે ચાર પેઢી થી ઊંધીયા ના વેંચાણ મા રાજ કરે છે.
ઊંધીયાની શરુવાત સુરત માથી થઇ હતી ત્યારે ઉતરાયણ મા આજે પણ ઊંધીયા ની દુકાનો પર લાઈનો લાગે છે ત્યારે સુરતમાં ભાજપ નેતા નીતિન ભજીયાવાળાનો પરિવાર છેલ્લા 80 વર્ષથી ઉંધિયાના ટેસ્ટ પર રાજ કરી રહ્યો છે. સૌપ્રથમ આપને જણાવી દઇએ કે ઉંધિયું શબ્દ એ ઉંબાડિયાનો અપભ્રંશ થઈને આવેલો શબ્દ છે. ઉંબાડિયું બનાવવાની જે પદ્ધતિ છે એ જ પદ્ધતિથી ઉંધિયું બને છે. પરંતુ સમય ની સાથે બન્ને વાનગી અલગ અલગ થઇ ગઇ.
આપણે જે જોશી જેશકર ધનજીભાઈ ભજીયાવાલા ની વાત કરી રહ્યા છીએ તેનો છેલ્લી ચાર પેઢી થી ઉંધીયું વેંચી રહ્યા છે. તેવો ના ઉંધીયાનો ટેસ્ટ સુરતના લોકો ના દાઢે વળગેલો છે. આ ઉપરાંત તેવો પોતાનું ઉધીયું વિદેશ પણ મોકલે છે. તેવો સુરત ના ઐતિહાસિક ચૌટા બજારમાં મા આ ઉંધીયા નુ વેંચાણ કરે છે. અને આ પેઢી ને ધનજીભાઈ જોષી, જયશંકર ધનજીભાઈ જોષી, દેવ પ્રસાદ જયશંકર જોષી, નીતિન દેવપ્રસાદ જોષી, કૃણાલ નીતિનભાઈ જોષી આજે પરિવારનો વારસો સંભાળી રહ્યા છે.
જોષી પરિવારના નીતિનભાઈ જોષીના જણાવ્યા મુજબ સરકારી દસ્તાવેજના આધારે માનીએ તો સુરતના ચૌટાબજાર ખાતે તેમની દુકાન 1942થી કાર્યરત છે. તેઓ ઉમેરે છે કે આ સત્તાવાર ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ ઉપર લખાયેલું વર્ષ છે. પરંતુ અમારો પરિવાર તેના કરતાં પણ થોડા વર્ષો પહેલાથી ઉંધિયું સહિત અને ફરસાણની વાનગીઓ પણ બનાવતું હતું. આજે અમારી પાંચમી પેઢી ઉંધિયું બનાવી રહી છે. સમયની સાથે ઉંધિયાના પ્રકારોમાં અને તેની બનાવવાની પદ્ધતિમાં ફેરફાર થયા છે પરંતુ દાયકાઓથી જે સુરતીઓ ઉંધિયાનો આસ્વાદ મળે છે તે આજે પણ અંકબંધ છે.