હાલમાં જ અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ ચાલી રહ્યો છે. ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અંબાણી પરિવારના સૌથી નાના એવા રાજકુમાર પૃથ્વીના જન્મદિવસ પાર્ટીની તસવીરો સામે આવી છે. સોશિયલ મીડિયામાં ચારોતરફ માત્ર હાલમાં અંબાણી પરિવાર છવાયેલ છે. સૌથી પહેલા અંબાણી પરિવારે ઈશાના ઘરે જન્મેલ બે જોડિયા બાળકોના જન્મ માટે મહાપુજાનું આયોજન કરેલ અને ત્યારબાદ અનંત અને રાધિકાની સગાઈ અને પાર્ટીનું આયોજન કરેલ.
મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણી 10 ડિસેમ્બર 2022ના રોજ બે વર્ષનો થઈ ગયો. જો કે આ વખતે અંબાણી પરિવાર તેમના નાના રાજકુમારનો જન્મદિવસ ઉજવી શક્યો નથી, પરંતુ હવે તેઓ આખરે તેમના ‘પ્રિન્સ’ પૃથ્વી માટે ઉજવણી કરી રહ્યા છે. સેલિબ્રેશન માટે મુંબઈનું ‘જિયો ગાર્ડન’ પસંદ કરવામાં આવ્યુંહતું. બોલિવૂડ સેલેબ્સ તેમના બાળકો સાથે પૃથ્વીના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી.
તાજેતરમાં, પૃથ્વીના માતા-પિતા આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બર્થડે વેન્યુની બહાર તેમના નાના બાળક સાથે તેમના હાથમાં જોવા મળ્યા હતા.તા 2 જાન્યુઆરી 2023ના રોજ, આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ તેમના પુત્ર પૃથ્વી માટે ભવ્ય જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. પેંગ્વિન-થીમ આધારિત વિન્ટર વન્ડરલેન્ડ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું.
સોશિયલ મીડિયા પર પૃથ્વીની તસવીરો વાયરલ થઇ હતી, ખરેખર પૃથ્વીનો ચહેરો હુબેહુબ આકાશને મળતો આવે છે. બર્થ ડે બોય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેમજ આ પાર્ટીમાં ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યાને તેની પત્ની પંખુરી શર્મા અને તેમના બાળક કવિર ક્રુણાલ પંડ્યા સાથે પણ જોયા. અમારા પાપારાઝીએ નતાશા સ્ટેનકોવિકની તસવીરો પણ શેર કરી હતી, જે તેના પુત્ર અગસ્ત્ય સાથે પહોંચી હતી.આ સિવાય ફિલ્મમેકર કરણ જોહર પણ તેના બે બાળકો યશ અને રૂહી સાથે પૃથ્વી અંબાણીની બર્થડે પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા
સૌથી ખાસ વાત એ છે કે, 19 નવેમ્બર 2022ના રોજ, આકાશ અંબાણીની બહેન ઈશા અંબાણી જોડિયા બાળકોની માં બની હતી પરંતુ અંબાણી પરિવારે તા 19મી ડિસેમ્બર 2022ના રોજ સત્તાવાર નિવેદન જાહેર કરીને તેમની ખુશી વ્યક્ત કરી. તેણે દુનિયા સાથે ખુશીઓ વહેંચી હતી અને હાલમાં હવે ટૂંક સમયમાં અંબાણી પરિવારમાં લગ્નની શરણાઈના સુર સંભળાય તો નવાઈ નહીં.