જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ ત્રિ-દિવસીય પ્રિ વેડિંગ 1લી માર્ચથી 3જી માર્ચ સુધી યોજાયો, જેમાં દેશ-વિદેશથી આવેલા મહેમાનોએ આનંદથી ભાગ લીધો.આ ભવ્ય પ્રિ વેડિંગ પૂર્ણ થઇ બાદ કોકિલાબેન અંબાણી સાથે મુકેશ અંબાણીએ દ્વારકામાં જગત મંદિરના પરિસરમાં પૂજા અર્ચના કરી હતી અને શ્રી દ્વારકાધીશના દિવ્ય દર્શન કર્યા.
શ્રી દ્વારકાધીશના દિવ્ય દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ મુકેશ અંબાણીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, “દ્વારકાધીશ ભગવાનના આશીર્વાદથી અનંત અને રાધિકાના લગ્ન-પૂર્વ સમારોહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ સમયે જામનગરની જનતાએ આપેલા સહયોગ માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું. આ સમારોહ થકી જામનગર આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું છે. તેમજ નિતા અને હું તમામ જનતાનો આભાર માનીએ છીએ.
આ સમારોહમાં સમગ્ર વિશ્વમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં, બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ અને ઇવાન્કા ટ્મ્પ , રિહાના અને બોલિવૂડના જાણીતા કલાકારો જેવા કે શાહરૂખ ખાન, આમિર ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, વરુણ ધવન, અનિલ કપૂર, સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર, રાણી મુખરજી, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માએ પણ આ સમારોહની શોભા વધારી હતી.
આ સમારોહ ભારતની સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર પ્રદર્શન હતું. જામનગર શહેરને રંગબેરંગી દીપમાળાથી શણગારવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત વિધિઓ અને અને સ્વાદિષ્ટ ભોજનની ઉપલબ્ધતાએ આ સમારોહને અવિસ્મરણીય બનાવ્યો હતો.અંબાણી પરિવારના આ ભવ્ય લગ્ન-પૂર્વ સમારોહે જામનગર શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે. જ સાથે, આ સમારોહે પરંપરા, આધુનિકતા અને સહયોગની સુંદર સંગમ પ્રસ્તુત કરી છે. આપણે આ પરિવારને આનંદમય જીવનની શુભેચ્છા પાઠવીએ છીએ!
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.