મુકેશ અંબાણીએ જામનગરમાં પ્રિ વેડિંગ સેલિબ્રેશન યોજીને વિશ્વ ફલક પર જામનગરનું નામ રોશન કર્યું છે, અંબાણી પરિવારની ચર્ચાઓ ગલીએ ગલીએ થઇ રહી છે, ત્યારે પાકિસ્તાન પણ અંબાણી દ્વારા આયોજિત પ્રિ વેડિંગ સેલિબ્રેશનની વાતો કરી રહ્યું છે, હાલમાં જ એક પાકિસ્તાનના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં આ વાત અંગે પોસ્ટ કરી છે, તમને જાણીને નવાઈ લાગશે કે , પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ કહ્યું, ‘મુકેશ અંબાણી તેમના એકના એક પુત્રના લગ્ન પર જેટલી રકમ ખર્ચી રહ્યા છે, તેનાથી પાકિસ્તાનના તમામ લોકોએ બે-ચાર વાર લગ્ન કરવા જોઈએ.’
હાલમાં પાકિસ્તની પત્રકારનું આ નિવેદન ચર્ચામાં આવ્યું છે, તેમજ તેમને કહ્યું કે,” बेगानी शादी में अब्दुल्ला दीवाना ” આ કહેવતનો અર્થ એ છે એ બીજાના સુખમાં ખુશ હોવું, ખરેખર હાલમાં સૌ કોઈના એવા જ હાલ છે. પ્રિ વેડિગ અંબાણી પરિવારના ઘર આંગણે છે, ત્યારે ભારતભર સહીત દેશ વિદેશના લોકો પણ ખુશીઓ મનાવી રહ્યા છે.
પાકિસ્તાની પત્રકારે કહ્યું કે, ” बेगानी शादी में अब्दुल्ला दीवाना જેવી જ પાકિસ્તાનમાં સ્થિતિ છે. મુકેશ અંબાણીના પુત્રના પ્રિ વેડિંગની ચર્ચાઓ થૈ રહી છે કે, મુકેશ અંબાણીએ તેમના પુત્રના લગ્નમાં આટલા પૈસા ખર્ચ્યા. પાકિસ્તાની પત્રકાર આરઝૂએ કહ્યું, “આ પ્રી-વેડિંગમાં એક ખાસ વાત જોવા મળી કે ભારતના મોટા કલાકારો અને અભિનેત્રીઓ સામાન્ય બસમાં જઈ રહ્યા છે,.” આરઝૂએ કહ્યું કે માત્ર મુકેશ અંબાણી. આ કામ કરી શકે છે. મુકેશ અંબાણીએ જેટલા કરોડ ખર્ચ્યા એટલામાં પાકિસ્તાનના તમામ લોકો ત્રણ ચાર વાર લગ્ન કરી લે.
આરઝૂએ રિહાન્ના વિશે પણ ચર્ચા કરી હતી. તેણે કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે રિહાન્નાને 74 કરોડ રૂપિયા ચૂકવીને બોલાવવામાં આવી હતી. તેણે કહ્યું કે પાકિસ્તાનમાં પણ ઘણા સારા સિંગર્સ છે, જો અમે તેમને બોલાવ્યા હોત તો સારું થાત. અમારી પાસે ઝેર ખાવાના પૈસા નથી. આરઝૂએ કહ્યું કે પાકિસ્તાનમાં ઘણું બધું ચાલી રહ્યું છે કે મુકેશ અંબાણીએ પ્રી-વેડિંગમાં 50 હજાર લોકોને ભોજન પીરસ્યું છે અને 2800 પ્રકારની વાનગીઓ તૈયાર કરી છે. હવે હું સમજી શકતો નથી કે જ્યારે લગ્ન થશે ત્યારે શું થશે.
પાકિસ્તાની પત્રકારે કહ્યું કે મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં એક વાત આશ્ચર્યજનક છે કે કોઈ પાકિસ્તાનીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેણે પાકિસ્તાન પર ટોણો મારતા ઘણી આવી જ વાતો કહી. આરઝૂએ કહ્યું કે હાલમાં પાકિસ્તાનમાં માત્ર અનંત અંબાણીના લગ્નની જ ચર્ચા છે. સૌથી ખાસ વાત એ છે કે અંબાણી પરિવારે કુલ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, આટલા કરોડો રૂપિયાને પાકિસ્તની રૂપિયા અને અમેરિકાના ડોલરમાં કર્ન્વર્ટ કરીને જોઈ રહ્યા છે કારણે કે તેમના માટે આટલા કરોડો રૂપિયા એ તો ખુબ જ મોટી વાત છે કારણ કે અંબાણી પરિવારએ જેટલો ખર્ચ કર્યો એ તો પાકિસ્તનના લોકો સ્વપ્ન એ ન વિચારી શકે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.