અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો અંતિમ દિવસ ધાર્મિક ઉત્સાહ અને ભવ્યતાથી ભરપૂર હતો. આ દિવસની ખાસ વાત હતી નિતા અંબાણી દ્વારા “વિશ્વમભરી”ની સ્તુતિ પર કરેલ અદ્ભુત નૃત્ય પ્રદર્શ કર્યું હતું. હાલમાં જ ઇશા અંબાણી અને નીતા અંબાણીના ના ડાન્સનો વિડીયો સામે આવ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, કંઈ રીતે માં દીકરીએ સાથે મળીને સૌ કોઈનું મન મોહી લીધું હતું.
આ પહેલા પણ નીતાજીએ ઈશાના લગ્નમાં “શ્રીનાથજીના કીર્તન પર ” અને આકાશના લગ્નમાં “રઘુપતિ રાઘવ રાજા રામ ભજન” પર નૃત્ય પ્રસ્તુત કરી ચુક્યા છે. ઈશા અને નિતા અંબાણી એ ” ઘર આજના મોરે પરદેશિયા ” અને ” રઘુ કુલ રીત સદા ચલી આઈ ” સોંગ પર ખૂબ જ મનમોહક ડાન્સ કર્યો હતો અને સૌથી ખાસ વાત એ છે કે ઇશા અંબાણી એ નિતા અંબાણી સાથે તાલ થી તાલ મિલાવીને નૃત્ય કર્યું હતું અને સૌ કોઈનું દિલ જીતી લીધું હતું.
ઈશા અને નિતા અંબાણી માટે આ એક નૃત્ય નહોતું પણ ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર સમન્વય હતો તેમજ માં દીકરીનો અતૂટ પ્રેમ હતો. ઈશા અને નિતા અંબાણી એ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલ સાડી પહેરવામાં આવી હતી અને આ સાડીની કિંમત કરોડો અને લાખો રૂપિયામાં હોય છે.
નીતા અંબાણીના જીવન વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે કે, નીતા અંબાણી એ ક્લાસિકલ નૃત્યકાર છે, સૌ પ્રથમવાર જ્યારે ધીરુભાઈ અંબાણીએ નીતા દલાલને જાહેર કાર્યક્રમમાં ક્લાસિક નૃત્ય કરતા જોયા હતા, ત્યારે જ પહેલી નજરમાં જ નીતા દલાલને પોતાન પરિવાર માટે પુત્રવધુ તરીકે પસંદ કર્યા હતા. ખરેખર નીતા અંબાણી ખુબ જ ધાર્મિક છે, સનાતન ધર્મ પ્રત્યે અને આપણી સંસ્કૃતિ અને કલાનું તેઓ આદર સન્માન કરે છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.