શું તમે જૂની વિન્ટેજ કારનો શોખ છે, તો થઇ જાઓ તૈયાર કારણ કે વડોદરા શહેર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 75 જેટલી વિન્ટેજ કારની રેલી કાઢવામાં આવી છે. આ રેલી પૂર્ણ થયા બાદ કારના શોખીનોને તા. 6 થી 8 જાન્યુઆરી 2023 દરમિયાન સુધી ક્લાસીક, દુર્લભ અને ભવ્ય ઓટો મોબાઇલનું પ્રદર્શન માણવા મળશે.
તમને જાણીને આનંદ થશે કે, કોન્કોર્સની નવ આવૃત્તિ દિલ્હી ખાતે આયોજિત કરાઈ હતી. જે ચાલુ વર્ષે વડોદરામાં યોજાઈ છે. કોન્કોર્સમાં આવનારી તમામ ગાડીઓ પહેલીવાર જ પ્રદર્શિત થઇ છે. કોન્કોર્સમાં 300 જેટલી ગાડીઓ સ્પર્ધામાં ઉતરશે.
આ પ્રદર્શનનું આયોજન 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી’ એલીગન્સ10 મી આવૃત્તિ હેઠળ તારીખ 6 થી 8 જાન્યુઆરી 2023 દરમિયાન યોજાશે, મોટરિંગ એક્સ્ટ્રાવેગેન્ઝા સાથે વીતેલા વર્ષોની વિન્ટેજ અને ક્લાસીક, દુર્લભ અને ભવ્ય ઓટો મોબાઇલનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે.
21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી’ એલીગન્સ 2023માં 200 વિન્ટેજ અને ક્લાસિક ભારતીય માર્ક્સ સામેલ થઈ છે. કોન્કોર્સમાં 25 આંતરરાષ્ટ્રીય કાર, 120 વેટરન બાઈક અને મહારાજા કાર્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.યુએસએ, સ્વીઝરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સની કાર પણ સ્પર્ધામાં જોડાઈ છે. આ વર્ષની નિર્ણાયક પેનલમાં 35 આંતરરાષ્ટ્રીય નિર્ણયકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાંથી 75 જેટલી વિન્ટેજ કારની આજરોજ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલી કાઢવામાં આવી. જે બપોરના પરત ફરશે અને કાલથી ત્રણ દિવસ પ્રદર્શનમાં મુકવામાં આવશે. શહેરીજનો 6 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી દરમિયાન સવારના 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી નિહાળી શકે છે. 1948 બેન્ટલી માર્ક વી.આઈ. ડ્રોપહેડ કૂપ, 1932 લેન્સીયા અસ્તુરા પિનિનફેરીના, 1930 કેડીલેક વી-16, 1928 ગાર્ડનર રોડનર 1915, વગેરે વેટરન અને એડવરડિયન કલાસની દુર્લભ કાર જેમાં કોન્કોર્સમાં ભાગ લેતી સૌથી જુની કાર 1902ની છે.
આ કોન્કોર્સમાં યુદ્ધ પહેલાની અમેરિકન યુરોપિયન કાર અને યુદ્ધ બાદની અમેરિકન યુરોપિયન ઘણી દુર્લભ રોલ્સ રોયસ અને બેન્ટલી વિન્ટેજ બ્યુટીઝ, પ્લેબોય કાર, બોલીવુડ, ટોલીવુડ, મોલીવુડ અને ઘણી બધી સ્પેશિયલ કારનો સમાવેશ થયેલો છે.