હાલમાં અંબાણી પરિવારમાં જશ્નનો માહોલ ચાલી રહ્યો છે. હાલમાં જ સગાઈનો આલ્બમ સામે આવ્યો છે. આપણે સૌ કોઈ અંબાણી પરિવાર પૂજા પાઠમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. દેશની સૌથી વેલ્યુએબલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પરિવારે 29 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના શ્રી નાથદ્વારા મંદિરમાં સગાઈનું આયોજન કર્યું હતું.
આ દરમિયાન અંબાણી પરિવાર ટ્રેડિશનલ આઉટફિટ્સમાં તૈયાર થયો હતો, જેની તસવીરો આજે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. મૂકેશ અંબાણીની નાની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટનો સિમ્પલ છતાં આકર્ષક લૂક ચર્ચાનો વિષય રહ્યો હતો. અંબાણી પરિવારે નાથદ્વારા મંદિરમાં મોજૂદ પંડિતો માટે બ્રહ્મ ભોજનું આયોજન કર્યુ હતું.
આ દરમિયાન રાધિકાએ તમામને ભોજન પીરસ્યુ હતું. બ્રહ્મ ભોજ દરમિયાન પણ રાધિકાએ પોતાના માટે મિક્સ્ડ ફેબ્રિકથી બનેલો શરારા સૂટ પહેર્યો હતો. જેમાં અપર થાઇસ સુધીની લંબાઇવાળો કૂર્તો અને પ્રિન્ટ પેટર્ન શરાર મેચ કર્યો હતો. આ સાથે તેણે નેટનો દુપટ્ટો એડ કર્યો હતો.
રાધિકાએ જે નારંગી રંગનો કૂર્તો પહેર્યો હતો, તેમાં 3/4 સ્લિવ્સની સાથે રાઉન્ડ નેકલાઇન આપવામાં આવી હતી. આ આઉટફિટ પર બૂટી પ્રિન્ટ કરવામાં આવી હતી, જેની હેમલાઇનમાં બૉટમથી મેચ થતી પટ્ટી એડ કરવામાં આવી હતી. આ લૂકમાં કલર કોન્ટ્રાસ્ટ એડ કરવા માટે રાધિકાએ પિંક કલરનો દુપટ્ટા પહેર્યો હતો.આ સાથે જ રાધિકાએ ફ્લોરલ શરારા પહેર્યો હતો, જે હેવી ઘેર સાથે હતો. પ્રસંગના હિસાબે રાધિકાએ જે આઉટફિટ સિલેક્ટ કર્યો હતો, તેનું કલર્સ સિલેક્શન ડિસન્ટ હતું.
રાધિકાએ પોતાની સગાઇમાં પિંક કલરનો જડાઉ સૂટ પહેર્યો હતો. જેમાં હેન્ડ એમ્બ્રોયડરી કરવામાં આવી હતી. આ દુપટ્ટાને બાંધણી પ્રિન્ટમાં હેવી ટચ આપવામાં આવ્યો હતો જ્યારે તેના ઉપર ચાંદ કટ સ્ટાઇલમાં બોર્ડર આપવામાં આવી હતી, તેના ઉપર પણ એમ્બ્રોયડરી વર્ક કરવામાં આવ્યું હતું. આ લૂકને તેણે ફ્લોરલ જ્વેલરી સાથે કમ્પલિટ કર્યો હતો.