આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતીઓ વિદેશમાં વધારેમાં સ્થાયી થયેલ છે અને અનેકવાર ગુજરાતીઓની હત્યાના બનાવો સામે આવત હોય છે, ત્યારે હાલમાં જ કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અત્યાર સુધી તમે લૂંટના કારણે વિદેશીઓએ ગુજરાતીઓની હત્યા કરેલ હોય તેવા બનાવ વિષે જાણ્યું હશે પરંતુ હાલમાં જે ત્રણ ત્રણ હત્યા થઇ તે હત્યા કરનાર પરિવારનો જ ખાસ સભ્ય નીકળ્યો.
હાલમાં જ ગુજરાતટેક મીડિયાના અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે કે, નવસારીના બીલીમોરામાં PSI તરીકે ફરજ બજાવી ચૂકેલા દિલીપ બ્રહ્મભટ્ટ પોતાની પત્ની અને પુત્ર યશ અને પુત્રી રિન્કુ સાથે આણંદમાં નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા હત કારણ કે, તેમનો દીકરો યશે બીલીમોરામાં પ્રાથમિક શિક્ષણ બાદ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કર્યો અને બાદમાં અમેરિકામાં સ્થાયી થયો.
જ્યાં તેણે ભારતીય મૂળની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને આ કારણે મૃતક દંપતી અમેરિકા પુત્રના પાસે રહેવા જતા. સૌથી ખાસ વાત એ કે, મૃતકની દીકરી રિંકુના આણંદમાં લગ્ન કર્યા, જોતે પતિના અવસાન બાદ તે પિતા સાથે પોતાના પુત્ર ઓમ સાથે રહેતી હતી. હાલમાં જ બનાવ એવો બન્યો કે, બે દિવસ પહેલા કોણ અગમ્ય કારણોસર દોહિત્ર ઓમે ભરઊંઘમાં રહેલા નાના દિલીપ બ્રહ્મભટ્ટ, નાની ઈન્દુબેન તથા મામા યશ પર ગોળી ચલાવીને હત્યા કરી નાખી હતી.
ઊંઘમાં ત્રણેયની હત્યાથી પરિવારજનો પણ આઘાતમાં છે, હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. અમેરિકાના ન્યૂજર્સી પોલીસે હત્યાના આરોપી ઓમની ધરપકડ કરી લીધી છે.આ બનાવ ખરેખર ખુબ જ ચોંકવરનાર છે કારણ કે, આ બનાવ દ્વારા એ તો જાણવા મળે છે કે, આપણા ને આપણા લોકો પણ સ્વાર્થ ખાતર કંઈ પણ કરી શકે છે.