હાલમાં વરસાદનો માહોલ છે, ત્યારે ચારો ચારોતરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલ છે. આવા સમયમાં ઘણા લોકો રિલ્સ (Reels)પણ બનાવી રહ્યા છે, ત્યારે ઇન્સ્ટામાં પણ એક નાના બાળકની રિલ્સ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળક ગુજરાતી સોંગ ઉપર ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરી રહ્યો છે અને તેના ચહેરાના હાવ ભાવ જોઈને તમે પણ તેના ઉપર મોહી જશો. આ બાળકની એક્ટીંગ જોઈને કોઈપણ કલાકાર (Gujarati klakaar)પણ ખુશ થઈ જશે.
આમ પણ કહેવાય છે ને કે, જ્યારે પણ વરસાદ આવે છે,ત્યારે આપણે સૌ કોઈને વરસાદમાં ભીંજાવું (Rain) બહુ જ ગમે છે. તમે નાના બાળકો હોય કે પછી વૃદ્ધ હોય પરંતુ વરસાદમાં (Monsoon) નાહવું કોને ના ગમે! દરેક લોકોની નાહવાની ઈચ્છા હોય છે, આ સોંગ પણ વરસાદને લઈને જ છે.
આ સોંગ ગુજરાતી ગાયક કલાકાર રાકેશ બારોટ એ ગાયેલું છે “ હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર,હો હો હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, ઝબૂકી વિજલડી ને લાગે એનો ડર, કેમ કરી જાવું એને મળવા,હો હો જાવું તો પડશે મેઘ મળવા.આ ગુજરાતી સોંગ ઉપર બાળક ડાન્સ કરી રહ્યા છે અને પોતાના ચહેરાના હાવભાવ સાથે શબ્દો પણ એવી જ રીતે બોલી રહ્યો છે.
એવું લાગે કે આ સોંગ એ બાળક ( cute kids) ખુદ પોતે ગાઇ રહ્યો હોય.આ જ કારણે સોશિયલ મીડિયામાં હાલમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે.આ બાળકને જોઈને તમે પણ તેના ચાહક બની જશો અને તમે પણ વરસાદમાં ભીંજાવવા માટે આતુર બનશો. તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને આ રિલ્સ કેવી લાગી છે?
View this post on Instagram