તમે ક્યારેય વિચાર્યું છે કે, મુકેશ અંબાણી કઈ ડેરીનું દૂધ પીતા હશે? ચાલો અમે આપને જણાવીએ કે, આખરે મુકેશ અંબાણી ભેંસનું દૂધ પીવે છે કે પછી ગાયનું અને આ દુધ ક્યાંથી આવે છે. આ દરેક સવાલોના જવાબ તમને મળશે. આ ખાસ ડેરી આવેલી છે મહારાષ્ટ્રના પુના શહેરમાં જ્યાંથી મુકેશ અંબાણી માટે દૂધ આવે છે. આ ડેરીનું નામ ‘ભાગ્યલક્ષ્મી’ છે.
અંબાણી પરિવારથી લઇને અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર અક્ષય કુમાર ઋત્વિક રોશન જેવી સેલિબ્રિટીના ઘરોમાં આ ડેરીનું દૂધ જાય છે. એક લીટર દૂધની કિંમત 152 રૂપિયા છે. ફાર્મમાં લગભગ 4000 ડચ હોલ્સ્ટીન ગાયો છે. દરેકની કિંમત 1.75થી 2 લાખ રૂપિયા સુધી છએ. એની સરખામણીમાં જો ભારતીય ઉચ્ચ નસ્લ ગાયોની વાત કરીએ તો એમની કિંમત 80 000 90 000 રૂપિયા સુધી છે.
. 26 એકડમાં બનેલા આ ફાર્મ પર કંપનીએ 150 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રિપોર્ટ પ્રમાણે ‘પ્રાઇડ ઓફ કાઉઝ’માં દરરોજ 25 હજાર લીટરથી વધારે દૂધનું પ્રોડક્શન થાય છે. આ ડેરી ફાર્મના માલિક પહેલા કપડાંનો વેપાર કરતા હતાં. એ કહે છે કે એમને 175 ગ્રાહકો સાથે ‘પ્રાઇડ ઓફ કાઉ’ પ્રોડક્ટની શરૂઆત કરી હતી. આજે મુંબઇ અને પુનામાં ‘ભાગ્યલક્ષ્મી’ના 22 હજારથી વધારે કસ્ટમર્સ છે. એમાં ઘણી મોટી સેલિબ્રિટીનો પણ સમાવેશ થાય છે.
આ ડેરીની ખાસિયત એ છે કે, ગાયો માટે પથરવામાં આવેલી રબરની મેટ દિવસમાં 3 વખત સાફ થાય છે. અહીંના ગાય માત્ર ROનું પાણી પીવે છે. આ ઉપરાંત ફાર્મમાં 24 કલાક મ્યૂઝિક ચાલતું રહે છે. ખાવામાં સોયાબીન અલ્ફા ઘાસ સિઝનના શાકભાજી અને મકાઇનો ચારો આપવામાં આવે છે. બીજી બાજુ એમનું પેટ ચોખ્ખું રહે એ માટે હિમાલય બ્રાંડની આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે.
ફાર્મમાં એન્ટ્રી લેતા પહેલા પગ પર પાઉડરથી ડિસઇન્ફેક્શન કરવું જરૂરી છે. જણાવી દઇએ કે અહીંયા ગાયનું દૂધ નિકાળવાથી લઇને બોટલિંગ સુધીનું કામ બધું જ ઓટોમેટિક થાય છે. આ ઉપરાંત દૂધ નિકાળતા પહેલા દરેક ગાયનું વજન અને ટેમ્પ્રેચર ચેક થાય છે. જો ગાય બિમાર છે કો એને સીધી હોસ્પિટલ મોકલવામાં આવે છે.
દૂધ પાઇપો દ્વારા સાઇલોજમાં અને પછી પેસ્ચ્યુરાઇઝડ થઇને બોટલમાં બંધ થઇ જાય છે. એક વખતમાં 50 ગાયોનું દૂધ નિકાળવામાં આવે છે. રોજનું 163 કિલોમીટરની સફર કરીને ફ્રીઝિંગ ડિલિવરી વેનથી દૂધ સાડા ત્રણ કલાકમાં મુંબઇ પહોંચે છે. જો કે એક રિપોર્ટ પ્રમાણે 2020 સુધી ભારતના ડેરી માર્કેટ 140 બિલિયન ડોલર પાર થઇ જશે.