હાલ મા ચારેકોર ચુંટણી નો ધમધમાટ ચાલી રહ્યો છે જેમ જેમ ચુંટણી નજીક આવી આવી રહી છે તેમ તેમ ચૂંટણી લડવા માટે ઉત્સુક ઉમેદવારો પણ પક્ષ પાસેથી ટિકિટ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે જ્યારે હાલ જ્યારે હાલ એક નામ ખૂબ જ ચર્ચામાં છે એ નામ છે આરતી જોશી અને જી હા… તારક મહેતા સિરીયલ મા કામ કરી ચુકેલ અભિનેત્રી આરતી જોશી ચુંટણી લડવા માંગે છે.
જો આ અંગે વિગતવાર વાત કરવા મા આવે તો હાલ ભાજપ દ્વારા ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક માટે નિરીક્ષકોએ સાંભળવાનું શરૂ કર્યું, ટિકીટ ઈચ્છુક દાવેદારો સામે આવ્યા છે. જેમા ઘણા નામો સામે આવ્યા છે. જેમા વિભાવરીબેન દવેના ટેકેદારો દ્વારા રીપીટ કરવા માંગ કરવામાં આવી છે. જ્યારે અન્ય નામો પર નજર નાખીએ તો એક્ટરસ આરતી જોશી , પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, રાજુ ઉપાધ્યાય ઉપરાંત ગીતાબેન મેર, ધવલ દવે, બ્રહ્મ સમાજના આગેવાન નીતિન ભટ્ટ સહિતનાઓએ માંગી ટિકીટ માંગી છે.
જેમા હાલ અભીનેત્રી આરતી જોશીનુ નામ ખુબ ચર્ચા મા જેમની ફેસબુક પ્રોફાઈલ પ્રમાણે તેવો આરતી જોશી સમાજિક કાર્યકર, અને બીજેપી નેતા, ઉદ્યોગ સાહસિકતા, મહિલા અગ્રણી હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત તેવો ખુબ ફેમસ ટી.વી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ મા પણ કામ કરી ચુકલે છે.તે સિવાય તેણે વેબ સિરીઝ ‘દલ્લા’ (Dalla) માં પણ જોવા મળી હતી, જેમાં તેણે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. આ સાથે અભિનેત્રી ફિલ્મ ‘સંજુ’ અને નરેન્દ્ર મોદી બાયોપિકમાં જોવા મળી હતી.
હવે ટિકીટની પડાપડી વચ્ચે ટીકીટ કોને મળશે એ તો હવે સમય જ બતાવશે પરંતુ હાલ ના સમય મા ત્રણ પક્ષો ગુજરાત મા પોતાનું જોર લગાવી રહ્યા છે અને યોગ્ય ઉમેદવારો શોધી રહ્યા છે ત્યારે આ વખતે ની ચુંટણી મા ત્રિકોણીયો જંગ થશે એ પાક્કુ છે.