ડોમેસ્ટિક ક્રિકેટ રમનારા હાર્દિક પંડ્યાએ આઈપીએલથી સ્ટારડમ મેળવ્યુ હતુ. હાર્દિક પંડ્યા ફકત 5 વર્ષમાં જ સફળતાનાં શિખરે પહોંચી ગયો છે. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેઓ ખૂબ ધમાલ કરી રહ્યા છે. હાર્દિકની સાથે તેમના ભાઈ કૃણાલ પંડ્યા પણ આઈપીએલનાં સ્ટાર પ્લેયર છે. મેદાનમાં હાહાકાર મચાવનાર પંડ્યા બ્રધર્સે મેદાન બહાર પણ મોટો ધમાકો કર્યો છે. હાર્દિક અને કૃણાલ પંડ્યાએ મુંબઈમાં અધધ 30 કરોડ રૂપિયાનો અલ્ટ્રા લક્ઝુરિયર્સ ફ્લેટ ખરીદ્યો છે.
8 Bhk અને 3838 સ્કવેર ફુટના આ ફ્લેટમાં બધી જ હાઈફાઈ ફેસિલિટી છે. બંને ભાઈઓએ મુંબઈના ખાર વિસ્તારમાં રુસ્તમજી પેરામાઉન્ટમાં ફ્લેટ ખરીદ્યો છે. આ જ સોસાયટીમાં બોલિવૂડ સ્ટાર ટાઈગર શ્રોફ અને દિશા પટની રહે છે.
એક સમયે મેગી ખાઈને પેટ ભરનાર પંડ્યા બ્રધર્સે આજે સફળતા સોપાન સર કર્યા છે. ઉધાર બેટ લઈને ક્રિકેટ રમનાર આ ભાઈઓ આજે કરોડો રૂપિયાની મિલકત ધરાવે છે. હવે પંડ્યા બ્રધર્સે મુંબઈના ખાર વિસ્તારમાં હાઈ ક્લાસ ગણાતી સોસાયટી રુસ્તમજી પેરામાઉન્ટમાં ફ્લેટ ખરીદ્યો છે.
આ આલિશાન ફ્લેટમાં જીમ અને ગેમિંગ ઝોન છે. સાથે જ એક પ્રાઈવેટ સ્વિમિંગ પૂલ પણ આ ફ્લેટમાં છે. એટલું જ નહીં પંડ્યા બધર્સના આ એપાર્ટમેન્ટમાં પ્રાઈવેટ થિયેટર પણ છે. આ એપાર્ટમેન્ટમાંથી મુંબઈનો દરિયો પણ જોઈ શકાય છે.
થોડા સમય પહેલા જ પંડ્યા બ્રધર્સનું આખું ફેમિલી વડોદરાથી મુંબઈ શિફ્ટ થયું છે. આ એપાર્ટમેન્ટમાં જ બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટની રહે છે. કહેવાય છે ને કે નસીબ આગળ અને મહેનત આગળ કોઈનું ચાલતું નથી. આવું જ કંઈક હાર્દિક પંડ્યાના જીવનમાં બન્યું હતું. એક સમય એવો હતો કે હાર્દિક તથા તેનો ભાઈ કુણાલ પાસે ખાવાના પૂરતા પૈસા નહોતા. નાનપણમાં પરિવારની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ હતી. આથી જ ઘણીવાર ભૂખ લાગે તો બંને ભાઈઓ સ્ટેડિયમ પર પાંચ રૂપિયાની મેગી ખાઈને દિવસ કાઢી નાખતા હતા.
દીકરાને આગળ વધારવામાં પિતા હિમાંશુભાઈ પંડ્યાનો ખૂબ ફાળો છે. પોતાના બંને દીકરાઓને ક્રિકેટર બનાવવા માટે હિમાંશુ પંડ્યાએ પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. સુરતમાં તેઓ ફાયનાન્સનો વેપાર કરતો હતો પરંતુ બંને બાળકો સારા ક્રિકેટર બની શકે તે માટે 1998માં સુરતમાં બધું જ છોડીને પરિવાર સાથે વડોદરા આવી ગયા હતા.
પોતાના લગ્ન પહેલાં હાર્દિક અને તેમના ભાઈ કૃણાલ પંડ્યા એક સાથે એક જ ઘરમાં રહેતા હતા. અને બહુજ સાધારણ લાઈફ જીવતા હતા. અહીં તમને હાર્દિક પંડ્યાનાં જૂના ઘરની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
ક્રિકેટની દુનિયામાં નામ કમાતા પહેલાં હાર્દિક તેમના માતા-પિતા સાથે આ ઘરમાં રહેતા હતા. આ ફ્લેટ તેમની માતા નલિની પંડ્યાનાં નામે રજીસ્ટર છે. તે બાદ હાર્દિક અને કૃણાલ પંડ્યાએ મુંબઈમાં બે બેડરૂમનો ફ્લેટ લીધો હતા. બંનેનાં પિતા હિમાંશુ પંડ્યાએ જણાવ્યુ હતું કે, ત્યાં રહેવાનો તો કોઈ પ્લાન ન હતો, પરંતુ જ્યારે પણ તેઓ વડોદરાથી મુંબઈ જતાં ત્યારે આ ફ્લેટમાં રહેતા હતા.
આ છે હાર્દિક પંડ્યાનું રસોડું, જ્યાં એકસમયે બંને ભાઈઓ સાથે મળીને ખાનવાનું બનાવતા હતા. હવે સ્ટ્રગલના સમયથી દૂર હાર્દિક પંડ્યા એક લેવિશ લાઈફ જીવે છે. ફ્લેટને તેમના પિતાની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો હતો. ઈન્ટીરિયરથી લઈને દરેક વસ્તુ એક સામાન્ય માણસના જીવનને દર્શાવે છે.
દોસ્તો અને પરિવારની સાથે ગપશપ મારવા માટે હાર્દિક પંડ્યાનો લિવિંગ રૂમ હતો. જ્યાં ચાની સાથે ટીવી પર મેચોની બંને ભાઈઓ મજા ઉઠાવતા હતા. હાર્દિક પંડ્યા ભગવાન પર બહુજ આસ્થા રાખે છે. દરેકનાં ઘરમાં પૂજા માટે એક વિશેષ સ્થાન હોય છે, ઠીક એવી જ રીતે હાર્દિક પંડ્યાનાં ઘરમાં પણ પૂજા-પાઠ માટે એક મંદિર બનાવવામાં આવ્યુ હતુ.
બિલકુલ સામાન્ય માણસની જેમ જ હાર્દિક પંડ્યા એવાં બેડરૂમમાં રહેતા હતા. તેને જોતા જ તમને તમારા બેડરૂમની યાદ આવશે, જોકે, લગ્ન બાદ હાર્દિક પંડ્યા હવે અહીં રહેતા નથી. એકબીજા બેડરૂમમાં હાર્દિકનાં ભાઈ રહેતા હતા. બહુજ નોર્મલ ડેકોરેશનવાળા આ ઘરને જોઈને કોઈ કહી ન શકે કે અહીં આ સ્ટાર્સ રહેતા હતા.હાર્દિક અને નતાશાએ એક પુત્ર છે. જો આજે બંને ભાઈઓએ પોતાની મહેનત તથા લગનથી ઈન્ડિયન ક્રિકેટમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. હાર્દિક પંડ્યા હાલમાં ઈન્ડિયન ટીમનો ઓલરાઉન્ડર છે.