આપણા ભારત દેશમાં અનેક હિન્દૂ દેવી દેવતાઓના મંદિર આવેલ છે, ત્યારે ગુજરાતમાં આવેલ અનોખા મંદિર વિશે વાત કરીશું. ખરેખર આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિરમાં કોઈ દેવ કે દેવીની પૂજા નથી થતી પરંતુ આ મંદિર પક્ષી મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર હિંમતનગરનાં રાયસિંગપુર ગામે આવેલું છે. આ મંદિર ચાલુક્ય શૈલીનું છે. સાતમી અને નવમી સદીમાં નિર્માણ પામેલા આ મંદિરના સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દીવાલો ઉપર પક્ષીઓનાં ચિત્રો ઉપસાવેલી મૂર્તિઓની ભાત જોવા મળે છે.
વિશ્વમાં કદાચ પક્ષીઓનું મંદિર ધરાવતું આ એકમાત્ર સ્થળ છે.
સાબરકાંઠાના હિંમતનગરથી ખેડ તસિયા રોડ પર 17 કિ.મી. દૂર રાયસિંગપુરા ગામ આવેલું છે, જ્યાંથી રોડા નગરીમાં જવાનો માર્ગ આવે છે. તો આ પ્રાચીન મંદિરની સ્થાપત્ય શૈલીમાં ચાલુક્ય શૈલીની બાંધકામ કળા જોવા માટે અલગ અલગ રાજ્યોથી લોકો આવતા હોય છે.
આ મંદિરના સ્થાપત્યમાં સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દીવાલો ઉપર ઉપસાવેલી ભાતવાળી કિનારીઓ પરથી આ મંદિરનું નિર્માણ સાતમી અને નવમી સદી વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર પ્રાચીન સમયથી ગુજરાતીઓના પશુ-પક્ષીપ્રેમની સાક્ષી પૂરે છે. રાયસિંગપુરા રોડાના મંદિર તરીકે ઓળખાતા કુલ સાત જેટલા મંદિરો ખંડેર હાલતમાં છે.
આ મંદિરની ખાસ ખાસિયત એ છે કે આ મંદિરના ચણતરમાં ક્યાંય ચૂનો કે અન્ય પદાર્થનો ઉપયોગ થયો નથી. માત્ર પથ્થરને વિશિષ્ટ રીતે ઘડીને એકબીજામાં જડી દેવામાં આવ્યા છે, જેમાં આ મંદિરોના સમૂહમાં જ એક પક્ષી મંદિર આવેલું છે. રોડા નગરીમાં પક્ષી મંદિરની પાસે આવેલું શિવ મંદિર અને તેના થોડા અંતરે વિષ્ણુ મંદિર છે.
મંદિરના આગળના ભાગે આવેલા કુંડની ચારેખૂણે અન્ય મંદિરો પણ છે. કુંડની અંદરનાં મંદિરોમાં એક ખૂણે વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને બીજા ખૂણે માતાજીની મૂર્તિઓ છે. તેની સામે છેડે ગણપતિની મોટી મૂર્તિ અને નવગ્રહ મંદિર પણ છે. એવું માનવામાં આવે છે કે કુલ 125 જેટલાં મંદિરો હતાં, જેનો કાળક્રમે નાશ થયો હતો.રોડાનાં આ સાત મંદિર સાતમી સદીના હોવાનું મનાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.