પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શનને વધુ ચમકદાર બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય એથ્લેટ્સનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
આ ખાસ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન, નીતા અંબાણીએ પોતાની અનોખી શૈલીમાં સૌનું ધ્યાન ખેંચ્યું. તેમણે સફેદ રંગનો અનારકલી સેટ પહેરીને સરળતા અને ઠાઠ બંનેનું સુંદર મિશ્રણ રજૂ કર્યું હતું.
આ સમારોહમાં ભારતના અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ હાજર રહ્યા હતા. જેમાં બેડમિંટન ચેમ્પિયન લક્ષ્ય સેન, મુક્કેબાજ લવલીના બોરગોહેન, શૂટર મહેશ્વરી ચૌહાણ અને અનંતજીત સિંહ નરૂકા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નિશાનેબાજી અને એથ્લેટિક્સના અન્ય ઘણા ખેલાડીઓ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
પેરિસ ઓલિમ્પિક દરમિયાન, રિલાયન્સ ફાઉન્ડેશને ભારતીય સંસ્કૃતિ, કલા, ખેલ અને રસોઈનું પ્રદર્શન કરવા માટે ‘ઇન્ડિયા હાઉસ’ની શરૂઆત કરી છે. આ ઇન્ડિયા હાઉસ ભારતની સમૃદ્ધ વિરાસતનું એક અનન્ય અને વ્યાપક પ્રદર્શન છે. રિ લયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સમારોહ ભારતીય એથ્લેટ્સ માટે ગૌરવનો પ્રસંગ હતો.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો