સમગ્ર વિહોતર જ્ઞાતનું આસ્થાનું પરમ ધામ એટલે દુધરેજ ધામ. હાલમાં જ દુધરેજ ધામ ખાતે શ્રી વડવાળા મંદિરના સાનિધ્યમાં અતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ભવ્ય લોક ડાયરામાં ખ્યાતનામ કલાકારો એ ખાસ હાજરી આપી હતી, જેમાં ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી એવી ભજનની રમઝટ બોલાવી કે, સ્ટેજ આખું રૂપિયાઓથી ઢંકાઈ ગયું હતું.
ચાલો અમે આપને આ કાર્યક્રમ વિશે વધુ વિગતવાર માહિતી આપીએ.
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી પોતાના સુરીલા કંઠના લીધે સૌથી વધુ પ્રિય છે. કિર્તીદાન ગઢવી જ્યારે ભજન બોલે છે, ત્યારે સૌ કોઈ મંત્રમુગ્ધ બનીને ભજનમાં લીન થઈ જાય છે. પૂનમના શુભ દિવસે ભવ્ય લોક ડાયરામાં મહંતો એ કિર્તીદાન ગઢવીને સોનાની પાઘ માથે પહેરાવી ને બહુમાન કર્યું હતું અને પછી તો કિર્તીદાન ગઢવી એ ભજનની એવી રઝમટ બોલાવી કે, સ્ટેજ આખું રૂપિયાઓથી ઢંકાઈ ગયું. ખરેખર આવા દ્રશ્ય પહેલીવાર નથી બન્યા કે, કિર્તીદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ થયો હોય.
તમને જણાવી દઈએ કે, કિર્તીદાન ગઢવી દેશ વિદેશમાં પણ ભજનની રમઝટ બોલાવે છે, ત્યારે તેમના પર ડોલરનો વરસાદ પણ થતો હોય છે. હાલમાં તો સોશિયલ મીડિયા પર દુધરેજ ધામનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, કિર્તીદાન ગઢવી પર લોકો કઈ રીતે રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે. આ વિડીયો અત્યાર સુધી ૩૦૦ થી વધુ લોકોએ શેર કર્યો છે.
સૌથી ખાસ વાત એ છે કે, આ વિડીયો અત્યાર સુધીમાં ૨૩ હજાથી વધુ લોકોએ લાઈક કર્યો છે તેમજ સૌ કોઈ કૉમેન્ટ્સ બોક્સમાં કિર્તીદાન ગઢવીના ભજનના વખાણ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દુધરેજ ધામ સમગ્ર વિહોતર જ્ઞાતનું આસ્થાનું પરમ ધામ છે, જ્યાં શ્રી વડવાળા હાજરા હજૂર બિરાજમાન છે. ખરેખર આ દિવ્ય અને ભવ્ય સાનિધ્યમાં કિર્તીદાન ગઢવી ભજનની રમઝટ બોલાવીને લોકોને હરી ભક્તિમાં લીન કર્યા છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.