ખોરાક આપણા જીવનનો એક એવો ભાગ છે જેના વગર જીવી શકાય તેમ જ નથી આથી જ આપણે પૂરતો ખોરાક લેવો જરૂરી બની જાય છે, એવામાં તમને ખબર જ હશે કે નાના બાળકો તો ખરી જ પરંતુ યુવાનો પણ ઘરનું ખાવા માટે ટેવાયેલા હોતા નથી કારણ કે બહારનું ખાવાનું જ લોકોને એટલું બધું પસંદ આવતું હોય છે પરંતુ મિત્રો બહારનો ખોરાક બોવ ઓછા જ પ્રમાણમાં ખાવો જોઈએ.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવી દુકાન વિશે જણાવાના છીએ જ્યાના ચટાકેદાર ઘૂઘરા ખાયને તમારું પણ દિલ જ ખુશ થઇ જશે, તમને ખબર જ હશે કે આપણા સૌરાષ્ટ્રની અંદર સૌ કોઈને જો ભાવતી વાનગી હોઈ તો તે ઘૂઘરા છે, ઘૂઘરા એટલે મિત્રો દિવાળીમાં બનાવામાં આવતા મીઠા ઘૂઘરા નહિ પરંતુ તીખા ઘૂઘરા જે સૌરાષ્ટ્રમાં ખુબ જ વખણાય છે.
અમદાવાદમાં પણ એકદમ સૌરાષ્ટ્ર સ્ટાઇલના આ ઘૂઘરાની મજા તમે માણી શકશો, આજે અમે એક એવી જ દુકાન વિશે તમને જણાવાના છીએ જ્યાના ઘૂઘરા અમદાવાદમાં ઘણા પ્રખ્યાત માનવામાં આવે છે, આ દુકાન બીજી કોઈ નહીં પરંતુ “ભાણા ભાઈના તીખા ઘૂઘરા” નામની દુકાન છે જ્યા સૌરાષ્ટ્રના એકદમ ચટાકેદાર ઘૂઘરા વહેંચવામાં આવે છે, એકદમ મસ્ત સ્ટફિંગ ભરેલ ઘુઘરામાં મીઠી તથા તીખી ચટણી નાખીને જે ઘૂઘરા તેઓ બનાવે છે જોઈને ત્યાંને ત્યાં જ પાણી આવી જાય છે.
એટલું જ નહીં આ ઘૂઘરા પર સેવ તથા ડુંગળી નાખીને ઘુઘરાને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે, જો તમે અમદાવાદમાં શહેરમાં રહેતા હોવ તો એક વખત જરૂરથી આ ઘૂઘરાની દુકાને સૌરાષ્ટ્રના ઘૂઘરા ચાખી શકો છો, જેનું સરનામું નીચે આપેલ છે.