ગુજરાતના સમાજસેવક અને પોપટભાઈ ફાઉન્ડેશનના સંસ્થાપક પોપટભાઈ આહીર તાજેતરમાં પાયલબેન આહીર સાથે લગ્નમાં બંધાયા છે. સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની તસવીરો વાયરલ થઈ હતી અને હાલમાં ફરી એકવાર પોપટભાઈના લગ્નની તસવીરો નવી સામે આવી છે. ચાલો અમે આપને પોપટભાઈના જીવન વિષે પણ જણાવીએ.
પોપટભાઈ આહીર ટિક્ટોક દ્વારા લોકપ્રિય થયા હતા. ત્યારબાદ તેમણે લોકોની સેવા માટે કાર્ય કરવાનું શરૂ કર્યું. સમયાંતરે, તેમણે સેવા પરમ ધર્મને સાર્થક કરવા માટે પોપટભાઈ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. આ ફાઉન્ડેશન દ્વારા તેઓ નિરાધાર લોકોની મદદ કરે છે.પોપટભાઈ આહીરની સેવાત્મક પ્રવૃત્તિઓ ખૂબ જ પ્રશંસનીય છે.
તેઓ નિરાધાર લોકોને ખોરાક, વસ્ત્રો અને આશ્રય પૂરું પાડે છે. તેઓ દર્દીઓને સારવાર માટે મદદ કરે છે. તેઓ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં મદદ કરે છે. તેઓ વૃદ્ધો અને અશક્તોની સંભાળ રાખે છે અને સોશિયલ મીડિયા આશ્રમ પણ શરૂ કર્યો છે અને આ આશ્રમનું નિર્માણ કાર્ય પણ શરૂ છે.
સેવાકીય પ્રવુતિ બાદ પોપટભાઈ આહીરના લગ્ન સાથે તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. તેમના ચાહકો અને કલાકારોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. તમને જણાવી દઈએ કે, પોપટભાઈ આહીરની જીવનસાથીનું નામ ” પાયલબેન આહીર ” છે. સૌથી ખાસ વાત એ કે પોપટભાઈ ગુજરાતના સૌથી સુપ્રસિદ્ધ વ્યક્તિ હોવા છતાં પણ તેમને એક સામાન્ય યુવતી સાથે લગ્ન કર્યા છે.
પાયલબેન આહીર હાલમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ થતાની સાથે જ તેમના ચાહકોમાં પણ વધારો થયો છે અને હાલમાં બંને યુગલ હનીમૂનમાં ગયા છે. ત્યારે તે ક્યાં દેશના પ્રવાસે ગયા છે. તે અંગેની અપડેટ્સ પણ અમે આપને ટૂંક સમયમાં આપીશું અને આ ખાસ તસવીરો પણ અમે જરૂરથી શેર કરીશું. હાલમાં પોપટભાઈ આહીરની લગ્નની તસવીરો સોશિયલ મીડિયાર પર વાયરલ થઈ રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.