દોસ્તો મધ નો ઉપયોગ ઔષધી તરીકે વર્ષોથી થતો આવ્યો છે. આયુર્વેદમાં મધના અનેક ગુણ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મધનો ઉપયોગ કરવાથી શરીર રોગમુક્ત રહે છે.
મત એકમાત્ર એવી વસ્તુ છે જે મીઠી હોવા છતાં પણ શરીરને નુકસાન કરતી નથી. તેનું સેવન કરવાથી ત્વચા વાળ અને સ્વાસ્થ્ય સારું રહે છે. આજે તમને મધ નો ઉપયોગ કરવાથી થતા કેટલાક લાભ વિશે જણાવીએ..
મધ એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીર હાનિકારક બેક્ટેરિયા થી બચે છે. મધનો ઉપયોગ તમે ખાંડના વિકલ્પ તરીકે પણ કરી શકો છો.
કોઈપણ વાનગીમાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરવાથી ખાંડથી થતા નુકસાનથી બચી શકાય છે. વજન ઉતારવાની પ્રક્રિયામાં પણ મધ ઉપયોગી સાબિત થાય છે. તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
મધમા ઘણા એવા વિટામિન અને મિનરલ હોય છે જે શરીરનું રક્ષણ હાનિકારક બેક્ટેરિયા સામે કરે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા તરો તાઝા રહે છે અને ત્વચા પર નિખાર પણ આવે છે.
શરદી ઉધરસ કે કફ ના કારણે ગળામાં બળતરા થતી હોય તો હુંફાળા ગરમ પાણીમાં મધ ઉમેરીને તેને પીવાથી અથવા તો કોગળા કરવાથી રાહત થાય છે. ગળામાં ઇન્ફેક્શન થયું હોય અથવા તો સોજો આવી ગયો હોય તો એક ચમચી મધનું સેવન કરી લેવું.
ખાંડના બદલે મધનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ ઝડપથી ઘટે છે. એક રિસર્ચ અનુસાર મત ખાવાથી શરીરની ધમનીઓ સાંકળી થતી અટકે છે.
જો તમને સારી ઊંઘ કરવી હોય તો રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ ખાઈ લેવું. તેનાથી ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે અને સારી ઊંઘ આવે છે.
શ્વાસની તકલીફ હોય તો મધમા આદુનો રસ મિક્સ કરીને પીવાથી સમસ્યા દૂર થાય છે. જો સખત ઉધરસ આવતી હોય તો એક ચમચી લીંબુમાં થોડું મધ ઉમેરીને દિવસમાં ચાર વખત લેવાથી ઉધરસ બંધ થાય છે