મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો હાલ અનેક દુઃખદ ખબરો સામે આવી રહી છે જેના વિશે જાણીને લોકો દ્વારા શોક વ્યક્ત કરવામાં આવતો હોય છે તમને ખબર જ હશે કે આ દુનિયામાં શ્રીદેવી,ઋષિ કપૂર તથા સુશાંત સિંહ રાજપૂત જેવા અનેક મોટા સિતારાઓ નથી રહ્યા, ફક્ત આટલું જ નહીં મોટા મોટા ગાયકો જેવા કે કેકે પણ આ દુનિયામાં હવે નથી રહ્યા એવામાં હાલ બૉલીવુડ જગત માટે વધુ એક દુઃખદ ખબર સામે આવી છે.
કારણ કે વર્તમાન ખબરો અનુસાર સામે આવ્યું છે એ મહાન ભોજપુરી કલાકાર તથા બોલીવુડમાં પણ અનેક એવી મોટી ફિલ્મો આપનાર દિગ્ગજ કલાકાર બ્રિજેશ ત્રિપાઠીનું હાલ નિધન થયું છે, રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે બ્રિજેશ ત્રિપાઠીને હાર્ટઅટેક આવવાના લીધે મૌતને પામી ગયા છે, બ્રિજેશ ત્રિપાઠીએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં તો અનેક મોટી મોટી ફિલ્મો આપેલી છે પરંતુ તેમનું કરિયર બૉલીવુડ સાથે પણ ઘણું સંકળાયેલ છે.
રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે તેઓને બે અઠવાડિયા પેહલા ડેન્ગ્યુની બીમારી થઇ હતી જેને લઈને તેમને સારવાર અર્થે મેરઠના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,એવામાં તેઓની સારવાર પૂર્ણ થઇ જતા તેમને ઘરે પરત લાવવામાં આવ્યા હતા ત્યાં ગઈકાલે રાત્રે તેઓને હાર્ટઅટેક આવ્યો હતો જેને લઈને તેઓને ફરી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓએ ગણતરીના સમયમાં જ દમ તોડી દીધો હતો.
અભિનેતાની મૌતની ખબર જેવી પ્રસરી તેવી તરત જ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને સૌ કોઈ આ અભિનેતાના મૃત્યુને લઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી,છેલ્લા 46 વર્ષોથી પણ વધારે સમયથી અભિનેતા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ હતા,તેઓની પેહલી હિન્દી ફિલ્મ “ટેક્સી ચોર” રહી હતી જે બાદ તેઓની ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થતા.
બ્રિજેશ ત્રિપાઠીએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલમાન ખાન,શાહરુખ ખાન, ધર્મેન્દ્ર,અજય દેવગન, રજનીકાંત વિનોદ ખન્ના જેવા અનેક મહાન કલાકાઓ સાથે સ્ક્રીન શેર કરેલી છે, આથી હવે તેઓનું નિધન થતા સૌ કોઈ કલાકાર દુઃખમાં ગરકાવ જ થઇ ચૂક્યું છે અને મહાન કલાકારની દિવ્ય આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.