ભગવાન ક્યારે કોનું જીવન બદલી નાંખે એ કોઈ નથી જાણતું. આજે આપણે વાત કરીશું વિશ્વના ત્રીજા નંબરના ધનિક વ્યક્તિ અદાણી વિશે. ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નામે ટૂંક સમયમાં એક મોટી ઉપલબ્ધિ જોડાઈ શકે છે. વાસ્તવમાં તેઓ ટેસ્લાના સીઇઓ એલોન મસ્કને પાછળ છોડીને ગમે ત્યારે વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની શકે છે.
આમ પણ કહેવાય છેને કે, વ્યક્તિ ગમે એટલો ધનવાન કેમ ન હોય પરંતુ ક્યારેય પોતનો વતન પ્રેમ નથી ભૂલતો. હાલમાં જ ગૌતમ અદાણી પોતાના વતન પાલનપુર આવ્યા હતા. પાલનપુરમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, મેં કોહિનૂરની જેમ વતનનું નામ રોશન કર્યું છે. તમને તમારું લક્ષ નક્કી કરવામાં તમારી જ વાતો મદદગાર થશે. માટે જાત પર જ ભરોસો રાખો અને મહેનત કરતાં રહો.
આ ઉપરાંત તેમણે તેમના બાળપણની વાતો વાગોળતાં કહ્યું હતું કે, મારું ગામ થરાદ મને સમજે છે, મારા જીવનના યાદગાર દિવસો મેં અહીં કાઢ્યા છે. હું દર મહિને ડીસાથી પાલનપુર આવતો હતો.. પાલનપુર મારું મોસાળ છે. એક તરફ અરબપતિ એલોન મસ્ક માટે વર્ષ 2022 ખરાબ સાબિત થયું, તો નવું વર્ષ 2023 પણ તેમના માટે ખાસ સારું સાબિત થાય તેવું દેખાઈ રહ્યું નથી. ગયા વર્ષના અંતે ફ્રાન્સના અરબપતિ બર્નાર્ડ આર્નોલ્ટે વિશ્વ નંબર વન અમીર વ્યક્તિનો તાજ મસ્કના માથા પરથી છીનવી લીધો હતો અને જેથી મસ્ક બીજા સ્થાને સરકી ગયા હતા.
હવે તેમની નંબર-2ની ખુરશી પણ જોખમમાં છે, કારણ કે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મસ્કની ખૂબ નજીક પહોંચી ગયા છે. બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી અને એલોન મસ્કની સંપત્તિમાં તફાવત સતત ઘટી રહ્યો છે અને શુક્રવારે 6 જાન્યુઆરી, 2023ના સુધીમાં નેટવર્થમાં માત્ર 5 અરબ ડોલરનો જ તફાવત હતો.