મુકેશ અંબાણી માત્ર ભારતના જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર લોકોની યાદીમાં મોખરે છે, મુકેશ અંબાણી ‘એન્ટિલિયા’માં રહે છે, જે 27 માળની આલીશાન ઇમારત છે. આજે અમે આપને એક એ વાત જણાવીશું જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. તમને જાણીને નવાઈ લાગશે કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરને બનાવવામાં ચાર વર્ષ લાગ્યા હતા.
એન્ટિલિયા તે મુંબઈમાં બિલિયોનેર્સ રોમાં આવેલું છે. ‘આર્કિટેક્ચરલ ડાયજેસ્ટ ઇન્ડિયા’ના એક રિપોર્ટ અનુસાર, તેનું નિર્માણ 2005માં શરૂ થયું હતું, જે 2010માં પૂરું થયું હતું. તે સમયે તેની કિંમત આશરે US $1 બિલિયન હતી, જે 400,000-સ્ક્વેર-ફૂટ માળખામાં ફેલાયેલી હતી.
એટલાન્ટિક મહાસાગરમાં એક પૌરાણિક ટાપુના નામ પરથી અંબાણીના ઘરનું નામ એન્ટિલિયા રાખવામાં આવ્યું છે. ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ અનુસાર, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘર વિશ્વનું સૌથી મોંઘું ઘર છે.
અંબાણી પરિવાર ફેબ્રુઆરી 2010માં એન્ટિલિયામાં શિફ્ટ થયો અને તેના બિલે સમગ્ર દેશને ચોંકાવી દીધો. વાસ્તવમાં, આખા ઘરમાં ઓક્ટેન ઇલેક્ટ્રિકલ કનેક્શન જરૂરી છે. આવી સ્થિતિમાં, જ્યારે 2010માં એન્ટિલિયાનું પહેલું બિલ આવ્યું તો તે ખૂબ જ આશ્ચર્યજનક હતું, કારણ કે માત્ર એક મહિનાની અંદર એન્ટિલિયાનું વીજળીનું બિલ 70,69,488 રૂપિયા આવી ગયું.2010 પહેલા મુકેશ અંબાણી અને તેમનો પરિવાર તેમના ભાઈ અનિલ અંબાણી સાથે ‘સી વિન્ડ’ હાઉસમાં રહેતા હતા.