આપણે સૌ કોઈ જાણીએ છે કે ગુજરાતમાં વરસાદ હાલમાં વિરામ લીધો છે પરંતુ અંબાલાલ પટેલે ફરી વરસાદને લઈને મોટી આગાહી કરી છે, હાલમાં રાજસ્થાનની આસપાસના વિસ્તારમાં લૉ-પ્રેશર, મોન્સૂન ટ્રફ અને દક્ષિણ ગુજરાતમાં ઓફ-શોર ટ્રફ જેવી 3 સિસ્ટમો છે.
અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરી છે, તમને જાણીને નવાઈ લાગશે હવે ખરી મેઘરાજાની એન્ટ્રી થશે.
અંબાલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાતોએ આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને પંચમહાલ, છોટાઉદેપુર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, દ્વારકા અને જામનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
મધ્ય ગુજરાતમાં 12થી 16 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આ સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.