હાલમાં ગુજરાતમાં તહેવારો શરૂ થશે, ત્યારૅ હાલમાં જ વરસાદની આગાહી સામે આવીછે , આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં વરસાદનું સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જો કે, હાલમાં ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન વાદળીયા વાતાવરણ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું કે આગામી પાંચ દિવસ બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 ઓગસ્ટથી વાયુમંડળમાં સક્રિયતા વધશે, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે, જે મજબૂત થઈને ઓડિશા, છત્તીસગઢ થઈને ગુજરાત તરફ આવશે.
મહિનાના અંત સુધી અને 7 સપ્ટેમ્બર સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આથી 16 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. જેમાં 16-17ના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આથી 20 થી 25 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાથે જ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.