મુકેશ અંબાણી અને જીઓ અનેક ક્ષેત્રો મા આગળ લધી રહ્યુ છે. ત્યારે હાલ એક ખુબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે મેટ્રો ઇન્ડિયામાં 100% ઇક્વિટી હિસ્સો ખરીદવા માટે કરારો કર્યા છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) એ મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (મેટ્રો ઇન્ડિયા)માં 100% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવા માટે કરારો પર હસ્તાક્ષર કર્યા છે. 2,850 કરોડ રૂપિયાની કિંમતનો સોદો ક્લોઝર એડજસ્ટમેન્ટને આધીન છે.
ભારત મા 2003 થી કામ કરનાર અ કંપની મેટ્રો ઈન્ડિયા દેશમાં કેશ-એન્ડ-કેરી બિઝનેસ ફોર્મેટ રજૂ કરનાર પ્રથમ કંપની છે. જો કંપનીની વધુ મા વાત કરવા મા આવે તો 21 શહેરોમાં 31 મોટા ફોર્મેટ સ્ટોર ચલાવે છે અને 3500 કર્મચારી ઓ ને રોજગારી આપે છે. 30 લાખ નો ગ્રાહક બેઝ ધરાવતી આ કંપની મા 10 લાખ ગ્રાહકો તેના સ્ટોર નેટવર્ક અને eB2B એપ્સ દ્વારા સક્રિયપણે ખરીદી કરે છે.
રોકાણ વિશે વાત કરતાં, રિલાયન્સ રિટેલવેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, મેટ્રો ઈન્ડિયાનું એક્વિઝિશન નાના વેપારીઓ અને સાહસો સાથે સક્રિય સહયોગ દ્વારા વહેંચાયેલ સમૃદ્ધિનું અનોખું મોડલ બનાવવાની અમારી નવી વાણિજ્ય વ્યૂહરચના સાથે સુસંગત છે. મેટ્રો ઈન્ડિયા ભારતીય B2B માર્કેટમાં અગ્રણી અને પ્રબળ ખેલાડી છે અને તેણે એક નક્કર મલ્ટી-ચેનલ પ્લેટફોર્મ બનાવ્યું છે. અમે માનીએ છીએ કે ભારતીય વેપારી અને ગ્રોસરી ઈકો સિસ્ટમ અને નવા મેટ્રો ઈન્ડિયા સ્ટોર્સ વિશેની અમારી સમજ નાના વ્યવસાયો માટે વરદાન સાબિત થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.