આજના સમયમાં સોશીયલ મીડિયામાં અનેક પ્રકારનાં વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક પ્રાથમિક સ્કૂલના વિધાર્થીનો વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ બાળક એવી વાતનો ન્યાય માંગી રહ્યો છે કે તમે હસવું નહિ રોકી શકો. ખરેખર આ બાળકની બોલી જ એવી છે કે વારંવાર આ વીડિયો તમને જોવાનું મન થશે અને તમારા શાળાના દિવસો યાદ આવી જશે.
આ વીડિયો ક્યાં શહેરનો છે નથી જાણવા મળ્યું પરંતુ આ વીડિયો ગુજરાતનાં કોઈ ગામની સરકારી શાળાનો છે, એ ચોક્કસ કહી શકાય છે. આ વીડિયોમાં બાળક પોતાના સાહેબ પાસે પ્રવાસમાં લઇ જવા માટે ન્યાય માંગી રહ્યો છે. જે રીતે બાળક પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છે એ સાંભળીને હસવું નહિ રોકી શકો.
બાળક ભલે રમુજી રીતે બોલી રહ્યો હોય પણ આ નાના મોંઢે મોટી વાત છે. શાળાનો પ્રવાસ એ ખૂબ જ યાદગાર હોય છે અને મનોરંજક પણ ખરો. આ બાળક કહે છે કે, અમે ભણીએ છીએ લખીએ છીએ અને તમેં જેમ કહો છો એક કરીએ છે તો તમે એકલા અમને મૂકીને કેમ ચાલ્યા જાવ છો અમારે પણ ફરવા લઈ જાઓ. અમારે પણ પ્રવાસમાં જવું છે 1 થી 5 વાળા એ શું ગુન્હો કર્યો છે કે અમને પ્રવાસે લઈ જવામાં નથી આવતા. તમે ખાલી 6 થી 8 વાળાને લઈ જાઓ છો.
આ બાળક કહે છે કે, અમને તમારી સાથે દુઃખની લાગણી નહિ બંધાઈ પણ તમે અમને પ્રવાસે લઈ જાઓ. આ વીડિયો જોઈને તમે હસવું નહી રોકી શકો. ખરેખર શબ્દોથી આ બાળકની લાગણી વ્યક્ત નહીં થઈ શકે એટલે આ બાળકે શું ન્યાય માંગ્યો છે તે તેના શબ્દોમાં સાંભળો એટલે તમને થશે કે આ બાળકે જે ન્યાય માંગ્યો એ યોગ્ય છે અને આપણા સૌના જીવનમાંથી આ સમય વીતી જ ગયો છે અને આવી લાગણી વેઠવી પણ પડી છે.
— Gujarati Akhbar (@TodayGUJARAT1) December 22, 2022