અનંત અને રાધિકાની લગ્નની ખાસ તસવીરો સામે આવી છે, આ લગ્ન 12 જુલાઇના રોજ જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે ખૂબ જ ભવ્ય અને જાજરમાન રીતે યોજાયા હતા. જીઓ વર્લ્ડમાં સેન્ટરમાં લગ્નનું સૌથી ખાસ આકર્ષણ હતું કાશી થીમ આધારિત મંડપ.
આ મંડપ એટલું સુંદર અને ભવ્ય હતું કે કાશીની જાણે વાસ્તવિક ઝલક મળી રહી હતી. મંડપમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી તેમજ કાશીની તમામ ઝલક જોવા મળી હતી,
આ કાશી નગરીમાં દેવી-દેવતા, પંડિતોના મંત્રોચ્ચાર, કાશીનું ભોજન ગંગા કિનારે સૂર રેલાવતી તે શરણાઈઓ દરેક લગ્નને મંગલમય બનાવશે અને મહેમાનોને કાશી નગરીની ખાણીપીણી અને કાશી નગરીની ગલીઓની અનુભૂતિ થશે.
જાણે તેઓ કાશી નગરીમાં જ આવી ગયા હોય એવું લાગશે.આપણે સૌ કોઈ જાણીએ છે કે કાશીમાં, મહાદેવ વસે છે. આ કાશી નગરી પાવન છે. એટલે કે લગ્નની થીમ વારાણસી પર છે. જેમાં બનારસની પરંપરા, ધાર્મિકતા, સંસ્કૃતિ, કલા- શિલ્પ અને ભોજન જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે શુભ વિવાહ બાદ 13 જુલાઇ શુંભ આશીર્વાદ અને 14 જુલાઇના રોજ મંગલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર અંબાણી પરિવારે લગ્ન ખૂબ જ જાજરમાન અને ભવ્ય રીતે કર્યા છે, આ લગ્નની તમામ ખાસ તસવીરો સામે આવી છે. આ લગ્નની તસવીરોમાં જોઈ શકશો કે આ લગ્ન હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા છે.
તેમજ આ લગ્નમાંગૌદાન કરવામાં આવ્યું હતું અને સૌથી ખાસ વાત એ કે લગ્નમાં ક્યાંય પણ નોનવેજ અને વાઇન પીરસવા આવેલ ન હતું માત્ર શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું.