અવાર નવાર રાજકારણમા ચર્ચા મા રહેતા ગુજરાત ના એનસીપી નેતા રેશમા પટેલે સગાઈ કરી લીધી છે આ અંગે રેશમા પેટેલે એક ફેસબુક પોસ્ટ કરી ને રિંગ સેરેમનીના ફોટો અને વીડિયો શેર કર્યા જેમા તેણે આ અંગે માહીતી આપતા લખ્યુ હતુ કે મેં મારું લાસ્ટ નામ ચેન્જ કરવાનો નિર્ણય કરી લીધો છે. મારા જીવનમાં આવેલી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે. તો આવો જાણીએ રેશમા પટેલે જેની સાથે સગાઈ કરી છે એ વ્યક્તિ કોણ છે.
જો રેશમા પટેલ ની વાત કરવા મા આવે તો પાટીદાર આંદોલન મા ચર્ચા મા આવ્યા હતા જ્યારે હાલ સક્રીય રાજકારણ મા NCP મા છે કડવા પાટીદાર સમાજ માથી આવતા રેશમા પટેલ નો જન્મ મોસાળમાં ઉપલેટા પાસે આવાલે વાળાસારા ગામમાં થયો હતો જ્યારે
રેશમા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે. તેમના જીવન સંઘર્ષ ની વાત કરવા આવે તો તેમનો સંઘર્ષ જૂનાગઢ અને અમદાવાદમાં નાની-મોટી નોકરીઓ પણ કરી હતી. આ ઉપરાંત એક તબક્કે મોડલિંગ પણ કર્યું હતું.
રેશમા પટેલ સૌથી વધારે ત્યારે ચર્ચા મા આવ્યા જ્યારે 2015 મા પાટીદાર અનામત આંદોલન થયુ હતુ જેમા એક યુવા મહીલા નેતા તરીકે ઉભરી આવ્યા હતા જ્યારે 2017 મા ભાજપ મા જોડાઈ ને સૌને ચોકાવી દીધા હતા. પરંતુ થોડા સમય મા જ ભાજપ સાથે મેળ ના પડતા ભાજપ છોડી નેવર્ષ 2019 લોકસભા માટે તેમણે પોરબંદર બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. ત્યારે પછી NCPમાં જોડાતા માણાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ હતું.
જો રેશમા પટેલ ના જીવનસાથી ની વાત કરવા મા આવે તો તેવો ગોંડલ ના જે અને તેમનુઅઅં નામ ચિંતન સોજીત્રા જાણવા મળેલ છે જો કે તેવો રાજકારણ મા છે કે કેમ તેનો સવાલ નો જવાબ મળ્યો નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.