હાલમાં સોશિયલ મીડિયામાં અનેક પ્રકારનાં લગ્નની કંકોત્રીઓ વાયરલ થઈ રહી છે, ત્યારે આજે અમે આપને એવી કંકોત્રી વિશે જણાવીશું કે આ કંકોત્રી હોવા છતાં પણ તમને પહેલી નજરે કંકોત્રી નહિ લાગે. કહેવાય છે ને કે, વ્યક્તિ પોતાના શોખ માટે અને પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈ પણ કરી શકે છે. એક તરફ હાલમાં લગ્નની કંકોત્રીમાં સંદેશ લખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે અમે એક એવી કંકોત્રી વિશે જણાવીએ કે જેની ડિઝાઇન જોતા તમને લાગે જ નહિ કે આ કંકોત્રી છે.
આ લગ્નની કંકોત્રી આજથી 6 વર્ષ પહેલાંની એટલે વર્ષ 2015ની છે. નયન અને હીરલ નામના વરવધુનાં લગ્નની કંકોત્રી એટીએમ કાર્ડ જેવી જ છે. આ અનોખી કંકોત્રી પેટલાદ શહેરની છે અને આ લગ્નની કંકોત્રીમાં એટીમ કાર્ડનીવિગતો પ્રમાણે લગ્નની તમામ વિગતો રાખવામાં આવે છે. કંકોત્રીમાં સૌથી જો કોઈ આકર્ષણનું કેન્દ્ર અને પહેલી નજરે વંચાય જાય એ છે “Vivah ” જે રીતે કાર્ડમાં વિઝા લખેલ હોય છે, એ જ ક્રિએટીવ વિચાર સાથે વિવાહ લખવામાં આવ્યું છે.
આ કંકોત્રી જોઈને એટલું જરૂરથી વિચારશો કે આખરે આ વ્યક્તિએ શું વિચારીને આવી અનોખી કંકોત્રી છપાવી હશે.આજમાં સમયમાં તો 5 રૂપિયાથી લઈને લાખો રૂપિયાની કંકોત્રી આવે છે. કોઈ વ્યક્તિ જૂનાં રીતિ રિવાજોને પ્રમાણે લગ્ન ઉજવી રહ્યા છે તો કોઈ આજના યુગ પ્રમાણે લગ્નને ખાસ બનાવે છે.લગ્નનો પ્રસંગ કંકોત્રી વિના તો અધૂરો જ ગણાય એટલે કંકોત્રી એટલી ખાસ હોવી જોઇએ કે આમંત્રણ મળનાર વ્યક્તિને લગ્નમાં આવવાની આતુરતા રહે.
ખરેખર આ એટીએમ કાર્ડ ટાઇપની કંકોત્રી એક નવીત્તમ વિચાર છે. ખરેખર આ કંકોત્રી લોકોના હાથમાં આવતા જ તેણે લગ્નમાં જવાની આતુરતા જરૂર થઈ જાય કારણ કે લગ્નની કંકોત્રીમાં આવું સર્જન કરી શકે છે તો લગ્નમાં પણ કંઈક ખાસ હોય જ શકે છે. એકવાત નક્કી છે કે આ લગ્ન કરનાર યુવકને એટીમકાર્ડ સાથે સારો એવો સંબંધ હશે. જેથી તેને આ પ્રકારની લગ્નની કંકોત્રી છપાવી છે. આમ પણ વ્યક્તિ આજે પોતાના શોખ અને પસંદ માટે કંઈપણ નવીત્તમ કરવા આતુર જ હોય છે અને આ કંકોત્રી તેનું ઉત્તમ ઉદાહરણ છે.