આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે જ્યારે પણ લોકો મંદિર જતા હોય છે ત્યારે શ્રધા સાથે દાનપેટીમાં રૂપિયા નાખતા હોય છે જેને મંદિર માટે ઉપયોગ કરવામાં આવતા હોય છે. આપણા ભારત દેશમાં અનેક એવા મોટા મોટા મંદિરો આવેલા છે જેમાં લાખો રૂપિયામાં દાન આવતું હોય છે, આવા મંદિરો વિશે જયારે પણ આપણે વિચારીએ આપણા મનમાં તિરુપતિ બાલાજી જેવા મંદિરો આપણા વિચારમાં આવતા હોય છે.
પણ આજના આ લેખના માધ્યમથી અમે એક એવા મંદિર વિશે જણાવાના છીએ જ્યાની દાનપતિ ખોલતા જ સૌ કોઈના હોશ ઉડી ગયા હતા કારણ કે દાનપેટીમાંથી રૂપિયા જ એટલા બધા વધારે નીકળયા. તમને જાણતા નવાય લાગશે કે અહીંના મંદિરના લાખો નહીં પણ કરોડોનું દાન આવ્યું હતું જેને ગણવામાં મંદિરના સેવકોના હાથ દુઃખી ગયા હતા. આ વાત સાંભળીને તમને પણ આંચકો જ લાગી જશે કે કરોડો રૂપિયાનું દાન કોઈ મંદિરમાં કેવી રીતે આવી શકે.
તો મિત્રો તમને જણાવી દઈએ કે આ મંદિર મેવાડાનું એક સુપ્રસિદ્ધ કૃષ્ણધામ સાંવલિયાજી ની વાત છે જ્યા શ્રી સાંવલિયા શેઠના ભંડારમાંથી કુલ 5 કરોડ,25 લાખ 25 હજાર રૂપિયા નીકળયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી એવી પરંપરા ચાલી આવી રહી છે કે ભગવાન શ્રી સાંવલિયા શેઠનો બે દિવસીય માસિક મેળામાં પેહલા દિવસે કૃષ્ણ ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી સાંવલિયાના સેઠની રાજભોગ આરતી કર્યા બાદ ખુબ જ સુરક્ષા વચ્ચે ઠાકોરજીનો ભંડારો ખોલવામાં આવ્યો હતો.
જેમાં પ્રહતમ દિવસે જ 5 કરોડ,25 લાખ 25 હજાર રૂપિયાનું દાન આવતા સૌ કોઈ ચોકી ઉઠ્યું હતું.આ રૂપિયા ગણવામાં પણ ખુબ જ વાર લાગી હતી કારણ કે આટલા બધા રૂપિયા ગણવા ખુબ મુશ્કેલ કામ છે, નોટો ગણવાના મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જયારે લોકોએ પણ આ રૂપિયા ગણવામાં ઘણી મેહનત કરી હતી.