WhatsApp Group Join Now
Telegram Group Join Now

તમારા માટે દવાની જેમ કામ કરે છે આ ફૂલના પાન, ધાધર, ખંજવાળ, ઉલટી, મોઢાના ચાંદા થી મળશે આરામ..

ચમેલી એક ગુણકારી તથા લાભકારી ફૂલ છે, જેનાથી ઘણા ફાયદા પણ થાય છે. ચમેલીના ફૂલ સફેદ રંગના હોય છે, જે પોતાની સુગંધ માટે જાણીતા હોય છે. ચમેલીને અંગ્રેજીમાં જાસ્મિન તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય તેને રાતની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ચમેલી ની સુગંધ ખુશ્બુને લીધે તેનો ઉપયોગ પર્ફ્યુમ, સાબુ અત્તર બનાવવા માટે કરવામાં આવે છે. જે ખુશ્બુની સાથે સાથે પોતાના ઔષધીય ગુણો માટે પણ જાણીતું છે.

આવી સ્થિતિમાં આજે અમે તમને ચમેલીના ફૂલનો ઉપયોગ કરવાની રીત અને તેના ફાયદા વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

જો તમને પેટમાં ખરાબ બેક્ટેરિયા જમા થઈ ગયા હોય તો પણ તમે ઘરેલુ ઉપચાર સ્વરૂપે ચમેલીના ફૂલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ચમેલીના પાનને 10 ગ્રામ પીસીને રસ કાઢી લેવો જોઈએ અને તેનું થોડાક દિવસ સુધી નિયમિત સેવન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી પેટમાં જામી ગયેલા ખરાબ બેક્ટેરિયા બહાર નીકળી જાય છે.

ધાધર, ખંજવાળ અને ખરજવા જેવી સમસ્યા થવા પર ચમેલીના પત્તાની પીસીને લેપ બનાવી લેવો જોઇએ અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવો જોઈએ. આ લેપ લગાવવાથી ધાધર, ખંજવાળ અને ખરજવુંની સમસ્યા કાયમી ધોરણે દૂર થઈ જશે.

જો તમને ઉલટીની સમસ્યા થઈ રહી હોય તો તમારે 10 ગ્રામ ચમેલીના પત્તા ના રસ ને 2 ગ્રામ કાળા મરીના પાવડર સાથે મિક્સ કરીને એક સાથે સેવન કરવું જોઇએ. આ મિશ્રણનું સેવન કરવાથી ઉલટી થવા ની સમસ્યા દૂર થઈ જાય છે.

જો તમને મોઢામાં ચાંદા પડ્યા હોય તો તેને ઠીક કરવા માટે ચમેલીના પત્તાને ધોઈને ચાવવાથી મોઢાના ચાંદા ઠીક થઈ જાય છે. આ સિવાય તેમાં મળી આવતા એન્ટી બેક્ટીરિયલ ગુણ મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે કામ કરે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now