ગુજરાતની ત્રણ વાનગીઓ દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને આ જ ગુજરાતની ખરી ઓળખ છે, જેમાં થેપલા, ખમણ અને ગાંઠિયાનો સમાવેશ થાય છે. ગાંઠિયાનું નામ લેતાની સાથે જ સૌથી પહેલા ઇસ્કોન ગાંઠિયાનું નામ આવે. અમદાવાદ શહેરમાં એક નાના એવા ગામના યુવાને લારીથી શરૂઆત કરી હતી અને આજે ગુજરાતમાં ઇસ્કોનનાં 11 સ્ટોર્સ અને ફૂડ મોલ આવેલ છે. કહેવાય છેને કે દરેક સફળ વ્યક્તિની પાછળ સંઘર્ષ રહેલ હોય છે. ચાલો ત્યારે અમે આપને મનદીપ પટેલની સફળતા વિશે જણાવીએ.
મનદીપ પટેલનો જન્મ ગુજરાતનાં ઉપલેટા ગામના ખેડૂત પરિવારમાં થયો હતો. ગુજરાતી ધારે એ કરી શકે છે. એ વાત મનદીપ પટેલ સાબિત કરી બતાવી હતી. માત્ર 23 વર્ષની ઉંમરે તેમણે અમદાવાદમાં પગ મૂક્યો હતો, ત્યારે ખાલી હાથે આવ્યા હતા પરંતુ અમદાવાદ શહેર તેમને એટલું આપ્યું કે તેની કલ્પના ક્યારેય મનદીપ પટેલએ નહી કરી હોય.
મનદીપ પટેલ વર્ષ 2008માં અમદાવાદ જેવા મોટા ગાંઠિયાનો ધંધો કરવાનું નક્કી કર્યું અને સૌ પ્રથમ તો ગાંઠિયા બનાવતા શીખી લીધું. તેમણે શહેર પસંદ કરવા માટે ગુજરાતના મોટા મોટા શહેરોને ફરીને જોયા અને છેવટે તેમની પસંદ અમદાવાદ પર પસંદગીનું કળશ ઢોડ્યું અને એ કળશ અમૃત સમાન બન્યું. શરૂઆતમાં તેમણે બાપુ નગરમાં લારી ખોલી. જીવનમાં સફળતા મેળવવા માટે મનદીપ પટેલે પોતાની લારીને જ પોતાનું ઘર અને દુકાન બનાવી દીધા હતા. દીવસના કલાકોના કલાકો કામ કરતાં અને રાત પડ્યે તેઓ 22 કલાક સુધી કામ કર્યા પછી લારી પર જ સુઈ જતાં.
બાપુ નગર લારી ખોલ્યા પછી હિરાવાળાની હડતાળને કારણે તેમને એપ્રોચ ચાર રસ્તા એ લારી નાખવી પડી અને ત્યાં પણ શરૂઆતનાં દિવસોમાં લારી શરૂ કર્યાના થોડા દિવસો બાદ જ દબાણવાળા તેમની લારી ઉપાડી ગયા અને એક આવકનું સાધન એવી લારી પણ તેમનાથી ઝુંટવાઈ ગઈ હતી જેથી તેમણે રેસ્ટોરન્ટમાં માત્ર 900 રૂપિયાના પગારે કામ કરવાનું શરૂ કર્યું. અહીંયા જ તેઓ ત્યાં જ જમી લેતા અને ત્યાં જ સુઈ જતા. આવો કપરો સમય હોવા છતાં તેમણે હાર ન માની. જીવનમાં આગળ વધશો તો જ સફળતા મળે એ મનદીપ પટેલ સાબિત કરી બતાવ્યું.
નોકરી છોડીને તેમને ફરી ઇસ્કોન ચાર રસ્તા પાસે ગાંઠિયાની લારી નાખી. શરૂઆતમાં તેમણે લારીને નામ નહોતું આપ્યું પણ બિજી શરૂઆત દરમિયાન ‘ઇસ્કોન ગાંઠિયા’ નામ આપ્યું. ઈશ્વર મનદીપની પરીક્ષા લક રહ્યા હોય એવું લાગતું હતું. લારી શરૂ કર્યાના બીજા દિવસે ઇસ્કોન પાસે બ્લાસ્ટ થયા હતા પણ સમય જતાં બધું ઠીક થયું અને આખરે અમદાવાદીઓને ગાંઠિયાની આદત પડી ગઈ
આખરે ફરી એક મુશ્કેલી ત્યારે આવી જ્યારે ઇસ્કોન બ્રિજનું કામ શરૂ થયું અને ફરી તેમણે કર્ણાવતી ક્લબની સામેની બાજુ લારી ખસેડી અને ભગવાનની દયાથી એક વર્ષની અંદર જ તેમણે ત્યાં દુકાન પણ ખોલી લીધી. બસ પછી તો ધીમે ધીમે ધંધો ચાલી નીકળ્યો અને સ્ટાફ વધવા લાગ્યો. આજે તેમની અગિયાર બ્રાન્ચના કુલ 130 – 150જેટલા કર્મચારીઓ છે. આ સફળતા પછી દરેક જગ્યાએ મનદીપ પટેલ એ ઇસ્કોન ફૂડ મોલ શરૂ કર્યા અને 11થી વધુ શાખા ખોલી છે. સૌથી ખાસ વાત એ છે કે, મનદીપ પટેલએ વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર એક ઇસ્કોન ફૂડ મોલ પણ ખોલ્યો છે.
આ ફૂડમોલમાં 17 વર્ષથી નાની દીકરીઓને મફત જમાડવામાં આવે છે. આ છૂટ કાઠિયાવાડી થાળી પર છે જેમાં આ ઉંમરથી નીચેની દીકરીઓ પાસેથી કાઠિયાવાડી થાળીના પૈસા લેવામાં નથી આવતા. તમને જણાવી દઈએ આ એજ સ્થળ છે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી મોદી હતા અને અહીં જ ‘ચાય પે ચર્ચા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ખરેખર મનદીપ પટેલ એ સાબિત કરી બતાવ્યું કે અનેક મુશ્કેલીઓમાં પણ આત્મવિશ્વાસ હોય તો સફળતા જરૂર મળે છે. ત્રણ વાર લારી ખસેડવામાં આવી છતાં પણ તેમને હિંમત ન હારી અને સફળતાનાં સર કર્યા.