ગુજરાતના પ્રખ્યાત ગાયક દર્શન રાવલ ૬ જુલાઈના રોજ સાળંગપુર ખાતે દર્શન કરવા પધાર્યા હતા. તેમણે આ દિવસે શ્રી હનુમાનજીના દર્શન કરીને તેમના ચરણોમાં પ્રાર્થના કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
દર્શન રાવલે સાળંગપુર પહોંચીને સૌ પ્રથમ શ્રી હનુમાનજીના મંદિરમાં દર્શન કર્યા. તેમણે ભગવાન હનુમાનજીની આરતીમાં પણ ભાગ લીધો અને તેમના પ્રત્યે પોતાની ભક્તિ વ્યક્ત કરી.
આ ઉપરાંત, દર્શન રાવલે સાળંગપુર પરિસરમાં બિરાજમાન કિંગ ઓફ સાળંગપુરના પણ દર્શન કર્યા. તેમણે આ પ્રસંગે મંદિરના પૂજારીઓ સાથે પણ મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા.
દર્શન રાવલે સાળંગપુર ધામની મુલાકાત લેતા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. તેમના ચાહકોએ તેમના આ પ્રયાસની પ્રશંસા કરી અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
View this post on Instagram
દર્શન રાવલના સાળંગપુરમાં શ્રી હનુમાનજીના દર્શન કરીને તેમના ચરણોમાં પ્રાર્થના કરી અને સાળંગપુર પરિસરમાં બિરાજમાન કિંગ ઓફ સાળંગપુરના દર્શન કર્યા. ખરેખર આજના દરેક યુવાનો માટે દર્શન રાવલ પ્રેરણા સમાન છે કારણ કે આજના મોર્ડન યુગમાં ભક્તિ ભાવ અમે આધ્યાત્મિકતા રીતે જોડાઈને રહેવું જોઈએ.