હાલમાં જ્યારથી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે ત્યારથી જ લગ્ન પહેલા પણ એક નવી જ રોનક જોવા મળી આવે છે જેમાં હવે લગન પહેલા લોકો ફોટોશૂટ કરાવીને એક યાદગારી બનાવતા હોય છે. હાલમાં તો દરેક લોકોએ પ્રિ વેડિંગ ફોટોશૂટ નું નામ તો સાંભળ્યું જ હશે અને ઘણા લોકો લગ્ન પહેલા આવા ફોટોશૂટ કરાવતા પણ હોય છે. પરંતુ શું તમે કોઈ દિવસ તલાક ના ફોટોશૂટ વિષે સાંભળ્યું છે? તમે પણ કહેશો કે આવું ક્યાં નવું આવ્યું, પરંતુ આ સાચ્ચી વાત છે.
સોશિયલ મીડિયા પર હાલમાં એક યુવતીની તસવીરો વાઇરલ થઇ રહી છે.આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે મહિલા તલાક પછી પોતાની ખુશી જાહેર કરવા માટે આ ફોટોશૂટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ મહિલાની હરકત ને લઈને હાલમાં તો બહસ ચાલી રહી છે. ઘણા બધા લોકો આનો વિરોધ કરી રહયા છે. તો ઘણા લોકો આને સપોર્ટ કરી રહયા છે. સપોર્ટ કરવા વાળા લોકોનું કહેવું છે કે આ દુઃખ આપનાર સબંધ માંથી બહાર આવાની ખુશી છે.
જાણકારી મળ્યા અનુસાર ફોટોશૂટ કરાવનારી આ મહિલાનું નામ શાલિની છે. લાલ રંગ ના ડ્રેસ માં તેને પોતાની તલાક થયાની ખુશીનો જશ્ન મનાવ્યો હતો. તેને પોતાની અને પોતાના પૂર્વ પતિ સાથેની તસ્વીરોને ફાડતા નો વિડીયો પણ શૂટ કરાવ્યો છે.આના સિવાય લગ્નનની તસ્વીરોને પગની નીચે કચરતી પણ નજર આવી છે જેમાં તે પોતાનો ગુસ્સો જાહેર કરી રહી છે .મહિલા એ પોતાના હાથમાં ‘ DIVORCE’ લખેલ એક રિબન લઈને પણ ફોટો પડાવ્યો હતો. શાલિની એક અન્ય ફોટોમાં એક હાથ માં શરાબ અને બીજા હાથમાં એક બોર્ડ લઈને ઉભી દેખાઈ આવે છે.
સોશિયલ મીડિયા પરના ઘણા લોકોનું કહેવું છે કે શાલિનીએ આ કામ એટલા માટે કર્યું કારણ કે તે રૂઢિવાદી વિચારો ને તોડી શકે અને આ સંદેશ દઈ શકે કે પતિથી અલગ થયા પછી પણ તે સામાન્ય જીવન જીવી શકે છે. શાલિની એ જે બોર્ડ હાથમાં પકડી રાખ્યું છે તેમાં લખ્યું છે કે મારી પાસે 99 મુશ્કેલીઓ છે પરંતુ એક સમસ્યા નથી તે છે મારો પતિ. શાલિનીએ ઇન્સટ્રાગ્રામ પર પણ પોતાની તસવીરો શેર કરતા તેના કેપશન માં લખ્યું કે એક તાલાકશુદા મહિલા નો સંદેશ એ મહિલાઓ માટે કે જે પોતાને મૂંગી અનુભવે છે.
તમને પણ ખુશ રહેવાનો અધિકાર છે આથી તમે એક ખરાબ લગ્ન ના બંધન માંથી બહાર આવી શકો છો. તમારા જીવન ની સાથે સમજોતા ના કરતા. પોતાને સાંભળો અને બાળકોના સારા ભવિષ્ય માટે સાચા સમયે નિર્ણય કરો. આગળ તેમને એમ લખ્યું કે તલાક કોઈ નિષ્ફળતા નથી પરંતુ તે એક મહત્વપૂર્ણ મોડ છે.