આજે અમે આપને એવા શેરોમાં વિશે જણાવીશું જે તમને માલામાલ કરી દેશે. વાત જાણે એમ છે, કે વિદેશી રોકાણકારો (invester ) પણ ભારતીય શેરબજારમાં ભારે રોકાણ કરી રહ્યા છે. મેક્રો ઇકોનોમિક સંકેતોને કારણે વિદેશી અને સ્થાનિક રોકાણકારો તરફથી જંગી રોકાણ આવી રહ્યું છે. જોકે, રિટેલ રોકાણકારો (Retailer ) હજુ પણ વિચારી રહ્યા છે કે નફો બુક કરવો કે રોકાણ ચાલુ રાખવું.
શેરબજારમાં (share bazar) આવેલી તેજી વચ્ચે ગયા સપ્તાહે દેશની ટોચની 10 કંપનીઓના સંયુક્ત માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 1.88 લાખ કરોડનો વધારો થયો છે. HDFC બેંક અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસે સૌથી વધુ ફાયદો કર્યો છે. ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 1,739.19 પોઈન્ટ અથવા 2.76 ટકા વધ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 803.14 પોઈન્ટ અથવા 1.26 ટકા વધીને 64,718.56 ના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો.
બજારમાં આ તેજીને કારણે ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓના સંયુક્ત બજાર મૂલ્યમાં રૂ. 1,88,050.82 કરોડનો વધારો થયો છે. HDFC બેન્કનું મૂલ્યાંકન રૂ. 32,600.19 કરોડ વધીને રૂ. 9,51,584.36 કરોડ થયું હતું. TCSનું મૂલ્યાંકન રૂ. 30,388.43 કરોડ વધીને તેનું બજાર મૂલ્ય રૂ. 12,07,669.91 કરોડ થયું હતું.
ઇન્ફોસિસનું મૂલ્યાંકન રૂ. 28,862.38 કરોડ વધીને રૂ. 5,54,091.27 કરોડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મૂલ્ય રૂ. 23,984.28 કરોડ વધીને રૂ. 17,25,704.60 કરોડ થયું હતું. ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સનું મૂલ્ય સૌથી વધુ હતું. તે પછી TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, ઇન્ફોસિસ, HDFC, SBI અને ભારતી એરટેલનો નંબર આવે છે.
શેરબજારમાં વધુ વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે. દરમિયાન, નિષ્ણાતોએ આવા ઘણા શેરો વિશે જણાવ્યું છે જેમાં આગામી સમયમાં 20 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. રોકાણકારો નફો મેળવવા માટે આ શેરોને તેમના પોર્ટફોલિયોમાં સમાવી શકે છે.
નિષ્ણાતોના મતે કર્ણાટક બેન્કમાં આગામી સમયમાં રૂ.240નું સ્તર જોવા મળી શકે છે. નિષ્ણાતોએ આ શેરને બાય રેટિંગ આપ્યું છે.
ટેકનિકલ ચાર્ટ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર મજબૂત દેખાઈ રહ્યા છે. આમાં 1900 રૂપિયાનું લેવલ જોવા મળી શકે છે. જ્યુપિટર વેગન્સના શેરમાં તેજી રહી છે. આમાં 25 થી 30 ટકાનો ઉછાળો આવી શકે છે. ઝાયડસ લાઇફસાયન્સિસનો સ્ટોક પણ 25 થી 30 ટકા વધી શકે છે. નિષ્ણાતોએ કોટક સિક્યોરિટીઝને બાય રેટિંગ પણ આપ્યું છે. આમાં 740 રૂપિયાના લેવલ જોવા મળી શકે છે. ટેકનિકલ ચાર્ટ પર ઝોમેટોના શેર પણ મજબૂત દેખાઈ રહ્યા છે. આમાં 95 રૂપિયાનું લેવલ જોવા મળી શકે છે. નિષ્ણાતોએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માટે 700 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
સ્ટાર હેલ્થમાં 720 લેવલ જોવા મળી શકે છે. નિષ્ણાંતોએ બેંક ઓફ બરોડા માટે રૂ.234નો ટાર્ગેટ આપ્યો છે.શેરબજારમાં જાણકારી વગર રોકાણ કરવું જોખમી બની શકે છે. કોઈપણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.