ભારતીય ક્રિકેટ ટીમમાં રવિન્દ્ર જાડેજાનું નામ ક્રિકેટ જગતમાં મોખરે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ જામનગર, ગુજરાત ખાતે થયો હતોરંતુ રવિન્દ્ર જાડેજા પહેલાથી ક્રિકેટર બનાવા માંગતો હતો. તે બાળપણથી જ પોતાના પિતાથી આ વાતને લઇને ખુબ ડરતો હતો. વર્ષ 2005માં દૂર્ઘટના ઘટી, રવિન્દ્ર જાડેજાની માંનુ નિધન થઇ ગયુ.
આ દૂર્ઘટનાથી રવિન્દ્ર જાડેજાને એટલો બધો આઘાત લાગ્યો કે તેને લગભગ ક્રિકેટ રમવાનુ છોડી દીધુ હતુ. પરંતુ બાદમાં તેને કૉચની મદદ મળી અને ફરીથી ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ. બાદમાં પોતાનો જલવો બતાવ્યો હતો. હાલમાં જ તેમના પત્ની જામનગર શહેરના ધારાસભ્ય બન્યા છે.
ખરેખર રવિન્દ્ર જાડેજાનું જીવન ખુબ જ વૈભવશાળી છે. આજે અમે આપને રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસ વિષે જણાવીશું. રવિન્દ્ર જાડેજાનું આલીશાન ઘર તો તમે જોઈ જ લીધું પણ આજે તમે તેમનું ફાર્મ હાઉસને નિહાળશો.રવિન્દ્ર જાડેજા પોતાની સ્ટાઈલને કારણે લોકોમાં ખૂબ જ ચર્ચામાં રહે છે, પછી ભલે તે ક્રિકેટની અંદર રવીન્દ્ર જાડેજા બેટિંગ કરે કે બોલિંગ કરે, પરંતુ તે પોતાના શાહી શોખ અને વૈભવશાળી જીવનના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.
લોકો રવિન્દ્ર જાડેજાની સ્ટાઈલ અને રોયલ સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે. રવિન્દ્ર જાડેજાને ઘોડા પાળવાનો અનોખો શોખ છે. આજે અમે તમને રવીન્દ્ર જાડેજાના ખેતરના કેટલાક ફોટા બતાવવા જઈ રહ્યા છીએ.રવિન્દ્ર જાડેજા પાસે ઘોડાઓ છે અને તેમના ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ પણ છે. જ્યારે પણ રવિન્દ્ર જાડેજા ક્રિકેટથી દૂર હોય છે, ત્યારે તે ચોક્કસપણે તેના ફાર્મ હાઉસની મુલાકાત જાય છે. રવિન્દ્ર જાડેજા પાસે ઘણા ઘોડા અને ઘોડી છે.
એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેને બાળપણથી જ ઘોડા અને ઘોડી પ્રત્યે ખૂબ લગાવ છે. રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસના મુખ્ય ગેટની વાત કરીએ તો તેના પર આરજે એટલે કે રવિન્દ્ર જાડેજા લખેલું હોય છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પોતાની જાજરમાન સ્ટાઈલ અને સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રવિન્દ્ર જાડેજા પાસે ઘણી કાર છે, તે લક્ઝુરિયસ કારનો શોખીન છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં ગુજરાતના જામનગર શહેરમાં પોતાનું આલીશાન ઘર બનાવ્યું છે.